Advertisement
Author: નોબત સમાચાર

રૂ।.૪ લાખના મુદ્દલ સામે રૂ।.૭ લાખ વ્યાજ ચૂકવ્યા પછી પણ વધુ રૂ।.ર લાખની માગણી

નગરના શખ્સ સામે ધમકી આપ્યાની ફરિયાદઃ

                                                                                                                                                                                                      

 જામનગર તા. ૩૦: જામનગરના એક આસામીએ રૂ।.૪ લાખના મુદ્દલ સામે રૂ।.૭ લાખ વ્યાજ પેટે ચૂકવ્યા પછી વધુ રૂ।.ર લાખની માગણી કરવામાં આવતા પોલીસ ફરિયાદ કરવાનું કહ્યું હતું તેના પગલે વ્યાજે નાણા ધિરનાર શખ્સે ફરિયાદ કરીશ તો રહેવા નહીં દઉ અને માર મારીશ તેવી ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં કરાઈ છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા પટેલ પાર્કની શેરી નંબર પાંચમાં રહેતા ભાવેશભાઈ નાનજીભાઈ ટાંક નામના કુંભાર યુવાને વર્ષ ૨૦૨૪માં પૈસાની જરૂરિયાત ઊભી થતા સુભાષબ્રિજ નીચે આવેલી ગોમતીપુર સોસાયટીમાં રહેતા મિલન હરીશભાઈ નાનાણી પાસેથી રૂપિયા ચાર લાખ ૧૫ ટકાના વ્યાજે લીધા પછી વ્યાજ પેટે રૂ।.૭,૦૦,૦૦૦ ચૂકવી આપ્યા હતા.

તેમ છતાં રૂપિયા બે લાખની વધુની માંગણી કરી મિલન નાનાણીએ અવારનવાર ધાક ધમકી ઉઘરાણી કરી હતી. આ પછી તે શખ્સે રૂપિયા આપવાનું કહેતા અને ભાવેશભાઈએ પૈસા ન હોવાનું કહી પોલીસ ફરિયાદ કરવાનું કહેતા ફરિયાદ કરીશ તો તને રહેવા નહીં દઉ અને માર મારીશ તેવી ધમકી આપતા તેની સામે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh