Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડઃ ખાતેદાર ખેડૂત અકસ્માત જુથ વીમા યોજના અંગે માર્ગદર્શન

 

                                                                                                                                                                                                      

ભાણવડ તા. ૧૦: ખાતેદાર ખેડૂત અકસ્માત જુથ વીમા યોજનામાં રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોના પરિવારના સભ્યોનું અકસ્માતે મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં તેઓની ઉંમર ૫ થી ૭૦ વર્ષની હોય, તો તેમણે ૧૦૦% લેખે રૂ।. ૪ લાખની સહાય મળે છે. આ યોજનાની સહાય મેળવવા માટે અરજદારે મૃત્યુ અથવા અપંગતાના થયાની તારીખથી ૧૫૦ દિવસ સુધીમાં જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત કચેરીમાં અરજી કરવાની હોય છે. ભાણવડ તાલુકાના ગુંદા ગામના ખેડૂતને શોક લાગવાના કારણે બે હાથ ગુમાવ્યા હોવાથી આ યોજનાનું તા.પં. ખેતીવાડી શાખા દ્વારા અરજદારને જરૂરી મદદ કરી ફોર્મ ભરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ યોજનાની વધુ માહિતી માટે ભાણવડ તાલુકા પંચાયતની ખેતીવાડી શાખાના ઈ.ચા. વિસ્તરણ અધિકારી (ખેતી) રોહિત એ. પટેલનો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh