Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોજ૫ાના દાવાવાળી ૪ બેઠકો સહિત
પટણા તા. ૧પઃ લોજપાના દાવાવાળી ચાર બેઠકો સહિત નીતિશ કુમારની જેડીયુ એ પ૭ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દેતા ચિરાગને જબરો ઝટકો લાગ્યો છે.
બિહાર ચૂંટણી માટે જનતા દળ યુનાઈટેડે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. તેણે પ૭ બેઠક માટે ઉમેદવરોના નામ જાહેર કર્યા છે. એનડીએ સાથે ગઠબંધન હેઠળ જેડીયુને ૧૦૧ બેઠક મળી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ઉમેદવારોના નામ પર અંતિમ મહોર લગાવી છે.
ઉલ્લેખનિય છે કે, જેડીયુ અને લજપા (રામવિલાસ) વચ્ચે બેઠક ફાળવણી મુદ્દે ચડભડ થઈ હતી. જેડીયુ એ પોતાની પ્રથમ યાદીમાં લોજપાએ માગેલી ચાર બેઠક પર પણ ઉમેદવારોની જાહેરાતો કરી છે. જેનાથી ચિરાગ પાસવાનને મોટો ઝટકો લાગ્યો છે.
આ યાદીમાં અનેક દિગ્ગજ નેતાઓના નામ સામેલ છે. મંત્રી વિજય કુમાર ચૌધરીને સરાય રંજનમાંથી ટિકિટ આપવામાં આવી છે. આલમનગરમાંથી નરેન્દ્ર નારાયણ યાદવ, બિહારીગંજમાંથી નિરંજન કુમાર મહેતા, સિંઘેશ્વરમાંથી રમેશ ઋષિદેવ, મધેપુરામાંથી કવિતા સાહા, માહિથીમાંથી ગંધેશ્વર શાહ અને કુશેશ્વરસ્થાનમાંથી અતિરેક કુમારને મેદાનમાં ઉતાર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial