Advertisement
Author: નોબત સમાચાર

કાશ્મીરઃ પહલગામ હુમલાના આતંકીઓ પૂંછ નજીક છુપાયા હતાઃ પાંચ આઈઈડી મળ્યા

વાયરલેસ સેટ અને કેટલાક કપડાં મળી આવ્યાનો ઘટસ્ફોટ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૫: પહલગામ હુમલાની તપાસ દરમિયાન સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. પૂંછમાં આતંકીઓના ઠેકાણેથી ૫ આઈઈડી સહિતની ચીજવસ્તુઓ મળી આવી છે.

પહલગામ હુમલાના ૧૬ દિવસ પછી સેના, પોલીસ અને એસઓજી સહિતની સુરક્ષાદળોની ટીમને તપાસમાં સફળતા મળી છે. પૂંછ જિલ્લાના સુરનકોટમાં મરહોટ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. મોડી રાત્રે હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનમાં આ વિસ્તારમાંથી પાંચ આઈઈડી, વાયરલેસ સેટ અને અમુક કપડાં મળી આવ્યા છે.

ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ, એસઓજીની ટીમે હાથ ધરેલા સર્પચ ઓપરેશનમાં હરી મરહોટ ગામમાં આવેલા જંગલ વિસ્તારમાંથી પાંચ આઈઈડી, બે રેડિયો સેટ, કોમ્યુનિકેશન ડિવાઈસિસ, ત્રણથ ધાબળા, અને અન્ય ગુનાહિત ચીજો મળી આવી હતી. ટિફિન બોકસ, સ્ટિલના ડબ્બામાંથી આઈઈડી મળી આવ્યા હતા. આ ચીજો પરથી લાગી રહ્યું છે, આતંકવાદીઓ આ સ્થળે છુપાયા હતાં. સુરક્ષાદળો વીડિયો સર્વેલન્સ, ડ્રોન મારફત આતંકવાદીઓની શોધ કરી રહ્યા છે.

પહલગામ હુમલા બાદ સુરક્ષાદળોએ અનંતનાગ, કુલગામ, પુલવામા, ત્રાલ, સોપોર, બારામુલ્લા, કુપવાડા અને બાંદીપોરા જેવા આઠ જિલ્લાઓમાં મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ઉલ્લેખનિય છે કે, તા. ૨૨ એપ્રિલના પહલગામમાં આતંકવાદીઓએ ક્રૂર હુમલો કરી ૨૬ નિર્દોષના જીવ લીધા હતા. ૧૭ લોકો ઘાયલ પણ થયા હતા. એનઆઈએએ આ હુમલા બાદ તૈયાર કરેલા રિપોર્ટમાં મોટો ખુલાસો કર્યો છે કે, હુમલામાં સામેલ આતંકવાદીઓને મિલિટ્રી ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ આતંકવાદીઓને પાકિસ્તાન પોષી રહ્યો હોવાની બાતમી મળી છે. આઈએસઆઈ સુરક્ષા એજન્સીઓને વધુને વધુ નુકસાન પહોંચાડી રહ્યું છે. પાકિસ્તાન એલઓસી અને કાશ્મીરમાં આતંકવાદીઓના નાના-નાના જૂથ તૈયાર કરી તેમને ટ્રેનિંગ આપી રહ્યું હોવાનો ખુલાસો થયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh