Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મિથુન સહિત બે રાશિના જાતકોને યશ-પદ-ધનમાં વૃદ્ધિ થાય. ધારણા પ્રમાણે ફળ પ્રાપ્તિ થાય
Aries (મેષ: અ-લ-ઈ)
આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામ થવાથી આપને આનંદ રહે. રાજકિય-સરકારી કામકાજ થઈ શકે.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૬-૪
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના કામમાં સાનુકૂળતા મળી રહે. કૌટુંબિક-પારિવારિક કામકાજ અંગે વ્યસ્તતા-દોડધામ છતાં આનંદ રહે.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૪-૧
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ રહે. અગત્યના કામ અંગે મુલાકાત થાય.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૬-૫
Cancer (કર્ક: ડ-હ)
આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. બેચેની અનુભવાય.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૧-૪
Leo (સિંહ: મ-ટ)
આપના રૂકાવટ વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સિઝનલ ધંધામાં આવક જણાય.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૫-૨
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. સિઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૭-૪
Libra (તુલા: ર-ત)
આપના અગત્યના કામકાજનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૭-૪
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપે તન-મન-ધન-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કામકાજમાં વિલંબ જણાય.
શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૨-૬
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
નોકરી-ધંંધાના કામકાજ અંગે બહારગામ જવાનું બને. ભાઈ-ભાંડુવર્ગનો સાથ-સહકાર મળી રહે.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૫-૮
Capricorn (મકર: ખ-જ)
દિવસના પ્રારંભથી જ આપને સતત કોઈને કોઈ કામકાજ અંંગે દોડધામ-શ્રમ જણાય. જમીન-મકાનના કામ થાય.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૩-૯
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામ થઈ શકે.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૪-૧
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
રાજકિય-સરકારી કામકાજમાં, ખાતાકીય કામકાજમાં આપને પ્રતિકૂળતા રહે. વાદ-વિવાદથી સંભાળવું.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૬