Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાજપના કાર્યકરોએ રામધૂન બોલાવીઃ વાતાવરણ રામમયઃ
જામનગર તા. ૨૭: જામનગરના ચાંદી બજારના ચોકમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા રામ સવારીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિશાળ કદના સ્ટેજ પરથી શહેર પ્રમુખ બીનાબેન કોઠારી, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેરના મહામંત્રી વિજયસિંહ જેઠવા, મૃગેશભાઈ દવે, અને ભાવેશભાઈ ઠુંમર તેમજ પૂર્વ શહેર પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, ડો. વિમલભાઈ કગથરા તથા શહેર ભાજપના કોર્પોરેટરો અન્ય મોરચા, સેલના અગ્રણી હોદ્દેદારો અને કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી બે હાથે તાળી પાડીને રામધૂન બોલાવી હતી, ત્યારે સમગ્ર વાતાવરણ રામમય બન્યું હતું.
તેમજ સમગ્ર ચાંદી બજારના સર્કલને ઝળહળતી રોશનીથી શણગારવામાં આવ્યો હતો, તેમજ ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી. જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, કે જેઓ દિલ્હીમાં સત્ર ચાલુ હોવાથી જામનગર હાજર નહીં રહી શકતાં તેઓએ શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો, તેમ શોભાયાત્રાના આયોજકોને રામ સવારીના સફળતાપૂર્વકના આયોજન બદલ શુભકામનાઓ પાઠવી હતી. ચાંદીબજારના ચોકમાંથી તેઓના સંદેશાનું વાંચન થયું હતું.
ચાંદી બજારના ચોકમાં ગણેશ મરાઠા મંડળ ની ટીમ પણ જોડાઈ હતી, અને વિપુલભાઈ મહેતા (ભુરાભાઇ) દ્વારા સમગ્ર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. અને હિંમતભાઈ ગોહિલ દ્વારા સંચાલન કરાયું હતું. શોભાયાત્રા ચાંદીબજાર ના ચોકમાં આવી પહોંચી ત્યારે સર્વે એકી સાથે જય શ્રીરામ ના નારા ગજવ્યા ત્યારે સમગ્ર ચાંદી બજારનો ચોક 'રામમય' બનેલો જોવા મળ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial