Advertisement
Author: નોબત સમાચાર

મોટી ખાવડીમાં પાણીના સમ્પમાં કોઈ રીતે પડી ગયા પછી વેટરનિટી ડોક્ટરનું મૃત્યુ

મેઘપર પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ આદરીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગર-ખંભાળિયા રોડ પર મોટી ખાવડી ગામની સીમમાં આંબાના બગીચા નજીક પાણીના એક સમ્પમાં કોઈ રીતે પડી ગયા પછી મૂળ કેરાલાના વેટરનિટી ડોક્ટરનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મોટી ખાવડી ગામમાં ટાઉનશીપ સેક્ટર એરીયામાં વસવાટ કરતા મૂળ કેરાલાના ડો. વૈશાખ વિશ્વમ્ (ઉ.વ.૩૬) નામના તબીબ બુધવારની રાત્રિના નવ વાગ્યાથી ક્યાંય જોવા મળ્યા ન હતા.

વેટરનિટી ડોક્ટર તરીકે કામ કરતા આ યુવાનની ચાલી રહેલી શોધખોળ દરમિયાન બુધવારની રાત્રે મોટી ખાવડી ગામની સીમમાં આવેલા આંબાના  બગીચા નજીક પાણીના પંપહાઉસ પાસેના સમ્પમાંથી ડો. વૈશાખ ડૂબી ગયેલી હાલતમાં સાંપડ્યા છે.

આ બાબતની મેઘપર પોલીસ સ્ટેશનને સત્યનારાયણ કેશુરામ નાયકે જાણ કરી છે. દોડી આવેલી મેઘપર પોલીસે સમ્પમાંથી ડો. વૈશાખનો મૃતદેહ બહાર કઢાવી પીએમમાં ખસેડ્યો છે અને આ યુવાન સમ્પમાં કેવી રીતે પડી ગયા તેની તપાસ ચાલુ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh