Advertisement
Author: નોબત સમાચાર

કિસાનચોક નજીકથી ઈંગ્લીશ દારૂના ૪૮ ચપલા સાથે એક શખ્સ ઝડપાયો

પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ આદરીઃ

                                                                                                                                                                                                       

જામનગર તા. ૯: જામનગરના કિસાનચોક નજીકના કબીર આશ્રમ પાસે એક શેરીમાંથી શનિવારે સાંજે એક શખ્સ ઈંગ્લીશ દારૂના ૪૮ ચપલા સાથે ઝડપાઈ ગયો છે. પોલીસે તેની ધરપકડ કરી ચપલા ઝબ્બે લીધા છે.

જામનગરના ખંભાળિયા નાકા વિસ્તારથી બહાર આવેલા કિસાનચોક કબીર આશ્રમ રોડ પરથી શનિવારે સાંજે પસાર થઈ રહેલા એક શખ્સ પાસે ઇંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમી પરથી સીટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે પીઆઇ એન.એ. ચાવડાની સૂચનાથી વોચ ગોઠવી હતી.

તે દરમિયાન કબીર આશ્રમ રોડ પરથી જઈ રહેલા જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નંબર ૪૯માં ઓધવરામનગરમાં રહેતા પ્રશાંત દિનેશપુરી ગોસ્વામી નામના શખ્સને શકના આધારે રોકી લેવામાં આવ્યો હતો. આ શખ્સની પોલીસે તલાસી લેતા તેના કબજામાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબના ૪૮ ચપલા મળી આવ્યા હતા. પોલીસે ચપલા કબજે કરી પ્રશાંત ગોસ્વામીની ધરપકડ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh