Advertisement
Author: નોબત સમાચાર

માધવપુર ઘેડના મેળાની સાથે દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ- રૂક્ષ્મણીનું સ્વાગત કરાશે

કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે બેઠક યોજાઈઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૯: ભારતના ઉત્તર-પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનોનો ઉત્સવ માધવપુર ઘેડનો મેળો યોજાશે. ભગવાન શ્રીકૃષ્ણ રૂક્ષ્મણીજી સાથે વિવાહ કરીને બારાત લઈને દ્વારકા પહોંચ્યા તે પૌરાણિક મહાત્મ્યને પુનઃ ઉજાગર કરતા દ્વારકામાં રૂકમણીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ કાર્યક્રમના અનુસંધાને જિલ્લા કલેકટર શ્રી રાજેશ તન્નાની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદનમાં બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ કહૃાું હતું કે, ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજી સાથે વિવાહ કરીને બારાત લઈને દ્વારકા પહોંચ્યા તે પૌરાણિક મહાત્મ્યને પુનઃઉજાગર કરવા દ્વારકામાં તા.૩૧ માર્ચ, ૨૦૨૬ના રોજ રૂક્ષ્મણીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ઉપરાંત દ્વારકા શહેરમાં શોભાયાત્રા, ભવ્ય મલ્ટીમીડિયા શો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે.

કલેકટરએ આ કાર્યક્રમ માટે પીવાનું પાણી, ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિંગ, આરોગ્ય, વીજ પુરવઠો, શોભાયાત્રાના સમગ્ર રૂટ પર સ્વચ્છતા સહિત તમામ આનુષાંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી લેવા તેમજ સમગ્ર કાર્યક્રમની સુવ્યવસ્થિત તૈયારી થાય તે માટે વિવિધ વિભાગોના અધિકારીઓને માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા,  નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક હેતલ જોશી, વહીવટદાર દ્વારકાધીશ મંદિર હિમાંશુ ચૌહાણ, પ્રાંત અધિકારી  કે.કે.કરમટા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh