Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ન.પા.ની મીઠી નજર...!!
ખંભાળિયા તા. ૨૮: ખંભાળિયામાં ડોર ટુ ડોર કચરાના નિકાલ તથા કલેકશન માટેના કોન્ટ્રાકટરના માણસોની કામગીરી પહેલેથી જ વિવાદમાં છે. તાજેતરમાં તહેવારોમાં ધરમપુર પાસે એક ટ્રેકટરમાં કચરો લઈને જતા હતા ત્યારે આગળ પાછળ નંબર પ્લેટ વગરનું અને અંધારામાં પણ બેફામ સ્પીડે ચાલતું આ ટ્રેકટર રસ્તા પર કચરો ઢોળતા નીકળતા ગ્રામજનોએ અટકાવીને ડ્રાયવરને પુછતા ડ્રાયવર નશા જેવી સ્થિતિમાં જણાતા ટ્રેકટરને અટકાવીને રાખીને પાલિકા પ્રમુખને જાણ કરતા તેમણે તુરત જ ચીફ ઓફિસરને કડક કાર્યવાહીનો આદેશ કર્યો હતો. ધરમપુરમાં રહેતા ભાજપના જિલ્લા મહામંત્રી તથા સતવારા આગેવાન રસીકભાઈ નકુમને જાણ થતાં તેમણે પણ આ બાબતે કડક પગલા લેવા જણાવ્યું હતું. જો કે, લાયસન્સ વગરના નંબર વગરના અને ભયજનક રીતે ચાલતા ડોર ટુ ડોર કચરાના વાહનો કોન્ટ્રાકટરના માણસો ભયજનક રીતે ચલાવતા હોય છે જેમની સામે અનેક ફરિયાદો પણ થઈ છે ત્યારે જિલ્લા ભાજપ મહામંત્રીએ ફરિયાદ કરતા પાલિકા તંત્ર હવે કડક કાર્યવાહી કરે તેવી શકયતા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial