Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧૦ ફેબ્રુઆરી, મંગળવાર અને મહા વદ આઠમનું રાશિફળ

સિંહ સહિત બે રાશિના જાતકોને કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા અગત્યના કામનો ઝડપથી ઉકેલ આવેે

                                                                                                                                                                                                      

 

Aries (મેષ: અ-લ-ઈ)

આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ  શકાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૫

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપે તન-મન-ધનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરવો. સામાજિક-વ્યાવહારિક કામમાં ધ્યાન  રાખવું.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૯-૩

 

Gemini (મિથુન: ક-છ-ધ)

દિવસ પસાર થતો જાય તેમ ધીરે ધીરે આપને રાહત-શાંતિ થતાં જાય. આપના કામમાં સાનુકૂળતા થતી  જાય.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૪-૯

 

Cancer (કર્ક: ડ-હ)

આપને દિવસના પ્રારંભથી જ સતત કોઈને કોઈ કામ રહે. જમીન-મકાન-વાહનના કામમાં સાનુકૂળતા  રહે.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૬-૧

 

Leo (સિંહ: મ-ટ)

આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સંતાનનો સહકાર  મળી રહે.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૯-૫

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના કામમાં પ્રતિકૂળતા જણાય. રાજકીય-સરકારી કામમાં આપે ઉતાવળ કરવી નહીં. ખર્ચ જણાય.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૬-૩

 

Libra (તુલા: ર-ત)

માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની  દ્વિધા-અસમંજસતા જણાય.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૭-૪

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના કાર્યની સાથે સામાજિક-વ્યાવહારિક કામમાં વ્યસ્ત રહેેવું પડે. ધંધામાં આવક જણાતા આનંદ  રહે.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૨-૬

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામમકાજ થવાથી આનંદ જણાય. પરદેશના કામમાં પ્રગતિ  જણાય.

શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૫-૮

 

Capricorn (મકર: ખ-જ)

આપના કામકાજમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી અનુભવાય. આવેશમાં આવીને કોઈ કામ કરવું નહીં.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૩-૯

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ  આવતા રાહત જણાય.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૪-૧

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

નોકરી-ધંધાની સાથે બીજું કોઈ કામ, અન્ય સહકર્મીનું કામ આવી જતા આપના કાર્યભારમાં વધારો  થાય.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૬-૮



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh