Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામ્યુકોની ફૂડશાખા ત્રાટકીઃ
જામનગર તા. ૬: જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાની ટીમ દ્વારા ૧ર પનીરના અને ૧૦ ખાદ્ય પદાર્થના નમૂના લેવામાં આવ્યા હતાં અને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
૧ર પનીરના નમૂનામાં પેલેજ વેજ ટ્રેટ (મિલ્ટી ક્યુસીમ) રેસ્ટોરન્ટ, તીનબત્તી, પ્રસાદમ્, ન્યુ શ્રીરામ ડેરી હાટલ, કલ્પના, રાજભોગ રેસ્ટોરન્ટ, હોટલ આસોપાલવ ઈન, રેડ ચીલી પાર્સલ પોઈન્ટ, હોટલ મદ્રાસ, હોટલ સેલીબ્રેશન, હોટલ શ્રીજી, જેઠાલાલ રેસ્ટોરન્ટ અને આતિથ્ય રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત જી.જી. હોસ્પિટલના રસોડામાંથી દેશી ચણાનું શાક, કોબી બટેટાનું શાક, મગનું રસાવાળું શાક, લુઝભાત રોટલી, સીંગતેલ (તિલક બ્રાન્ડ), કાવેડી બ્રાન્ડ, દૂધ, તુવેરદાળ લુઝ, શુદ્ધ ઘી (અમુલ), દેશી ગોળનો સમાવેશ થાય છે.
કાલાવડ નાકા બહારના સ્લોટર હાઉસ (કુરેશ કસાઈ જમાતખાનું) માં ફૂડ વિભાગના અધિકારીની વિઝીટ દરમિયાન સાફસફાઈ જાળવી રાખવા હાઈજેનિક કન્ડીશન મેન્ટેન કરવા, સ્લોટર હાઉસનું પાણી નદીમાં જાય નહીં તેની તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી.
દિગ્વિજય પ્લોટ શેરી નં. ૮ મા તળાવની પાળે આવેલ રિદ્ધિ-સિદ્ધિ રેસ્ટોરન્ટને એપાર્ટમેન્ટ રહેવાસીઓની ફરિયાદના કારણે બંધ કરાવાયું હતું, અને ચીમનીની યોગ્ય વ્યવસ્થા કરી રસોડામાં સુધારા-વધારા કરવાની સૂચના આપવામાં આવી હતી, તથા પટેલ કોલોની શેરી નં. ૯ મા આવેલ છાસવાલામાં એક્સપાયરી ડેઈટવાળો સામાન વેંચાણ થતો હોવાની ફરિયાદમાં તપાસ દરમિયાન સત્ય જાણવા મળતા આ પેઢીનું વેંચાણ બંધ કરાવાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial