Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રેલવે સેફટીમાં શ્રેષ્ઠ કામ કરનાર
રાજકોટ તા. ૩: રેલવે સેફટીમાં ઉત્કૃષ્ટ કાર્ય બદલ રાજકોટ ડિવિઝનના ૨ કર્મચારીને ડીઆરએમ દ્વારા સન્માનિત કરાયા હતાં.
રેલવે સેફ્ટી માં ઉત્કૃષ્ટ કાર્ય બદલ રાજકોટ ડિવિઝનના ૨ કર્મચારીઓને રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વિની કુમાર દ્વારા ડીઆરએમ ઓફિસ, રાજકોટ સ્થિત કોન્ફરન્સ રૂમમાં પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
રાજકોટ ડિવિઝનના ટ્રાફિક અને ઇલેક્ટ્રિક (ટ્રેક્શન) વિભાગના કર્મચારીઓને આ એવોર્ડ એપ્રિલ અને મે, ૨૦૨૫ મહિનામાં રેલવે સુરક્ષામાં ઉત્તમ કાર્ય બદલ આપવામાં આવ્યો છે. પુરસ્કાર મેળવનારા કર્મચારીઓમાં અરવિંદકુમાર જાડેજા (ટ્રેન મેનેજર, મુખ્યાલય-હાપા) અને ફ્રાન્સિસ એલ. (લોકો પાયલટ મેલ/એક્સપ્રેસ, મુખ્યાલય-રાજકોટ) નો સમાવેશ થાય છે. ઉપરોક્ત રેલકર્મીઓએ સતર્કતાથી કાર્ય કરતા સંભવિત અકસ્માતોને રોકવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જેમાં બ્રેક સિલિન્ડર રોડના લટકતા ભાગને જોઈને ટ્રેનને તરત જ રોકાવી દેવી અને ગેટ પર અસામાન્ય ઘટનાની સ્થિતિમાં ત્વરિત કાર્યવાહી કરવી જેવી ઘટનાઓ શામેલ છે.
આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર આર.સી. મીણા, સિનિયર ડિવિઝનલ ઓપરેટિંગ મેનેજર સુનીલકુમાર ગુપ્તા અને સિનિયર ડિવિઝનલ ઇલેક્ટ્રિક એન્જિનિયર (ટ્રેક્શન) મીઠાલાલ મીના ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial