Advertisement
Author: નોબત સમાચાર

પાકિસ્તાનના ચાર એરબેઝ તબાહઃ સિયાલકોટનું આતંકી લોન્ચપેડ નષ્ટ

ગતરાત્રે જમ્મુ-કાશ્મીરથી ગુજરાત સુધીની સરહદેથી ફૂંકાયેલા ૫૫૦ ડ્રોન નિષ્ફળ કરાયાઃ એલઓસી પરના હુમલાઓનો જડબાતોડ જવાબ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૦ઃ ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતે કરેલી કાર્યવાહી પછી રઘવાયુ થયેલ પાકિસ્તાન એક તરફ એલઓસી પર યુદ્ધવિરામનો ભંગ કરીને યુદ્ધ જાહેર કર્યુ હોય, તેમ આડેધડ હુમલા કરીને નિર્દોષ નાગરિકોના રહેણાંકો તથા ધાર્મિક સ્થળોને નિશાન બનાવી રહ્યુ છે, તો બીજી તરફ ભારતીય સેનાએ વળતો પ્રચંડ પ્રહાર કરીને ગત રાત્રે પાક.ના ચાર એરબેઝ અને સિયાલકોટના લોન્ચ પેડને તબાહ કરીને પાક.ના તમામ હુમલા નિષ્ફળ બનાવ્યા છે.

આજે વિદેશ મંત્રાલય દ્વારા સંરક્ષ મંત્રાલયે સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન દ્વારા સતત આંતરરાષ્ટ્રીય સરહદ તથા નિયંત્રણ રેખા પર હુમલાના પ્રયાસ કરાઇ રહૃાા છે. પાકિસ્તાન પેસેન્જર્સ પ્લેનને ઢાલ બનાવી રહૃાું છે જેથી ભારત જવાબી કાર્યવાહી ન કરી શકે.

આ પ્રેસ બ્રીફિંગમાં ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરી, જનરલ સોફિયા કુરેશી, વિંગ કમાન્ડર જનરલ વ્યોમિકા સિંહ સંપૂર્ણ માહિતી આપવા માટે મીડિયા સમક્ષ આવ્યા હતાં. જેમાં સોફિયા કુરેશીએ જણાવ્યું કે, છેલ્લાં ઘણાં સમયથી પાકિસ્તાની તરફથી પશ્ચિમી વિસ્તારમાં આક્રમક સૈન્ય ગતિવિધિ શરૃ રાખવામાં આવી છે. જેમાં ભારતીય સૈન્ય માળખાને ડ્રોન, ફાઈટર જેટ અને લોન્ગ રેન્જ હથિયારો સહિતના હથિયારોથી નિશાનો બનાવવામાં આવ્યો છે. આ સિવાય એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદથી ૨૬થી વધુ જગ્યાએ ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ભારતીય સેના દ્વારા મોટાભાગના પ્રયાસોને નિષ્ફળ કરવામાં આવ્યા છે. તેમ છતાં વાયુસેના સ્ટેશનો ઉધનપુર, પઠાણકોટ, આદમપુર, ભુજ, ભટિન્ડા સ્ટેશનના ઉપકરણને નુકસાન થયું છે.

પાકિસ્તાને રાત્રિના ૧ઃ૪૦ વાગ્યે હાઇસ્પીડ મિસાઇલનો ઉપયોગ કરીને પંજાબના એરબેઝ સ્ટેશન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જે નિષ્ફળ બનાવાયો હતો.

પાકિસ્તાન દ્વારા નિંદનીય રીતે શ્રીનગર, ઉધમપુર અને અવંતિપુરમાં વાયુસેના અડ્ડા પર હોસ્પિટલ અને સ્કૂલ પરિસરને નિશાન બનાવવામાં આવ્યા. પાકિસ્તાને સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરવાની બેજવાબદારીપૂર્વકની પ્રવૃત્તિ સામે આવી છે.

પાકિસ્તાન દ્વારા સૈન્ય ઠેકાણાને જાણીજોઈને નિશાનો બનાવ્યા બાદ ભારતીય સશસ્ત્ર દળોએ તાત્કાલિક જવાબી હુમલામાં ટેક્નિકલ ઇન્સ્ટોલેશન, કમાન્ડ કંટ્રોલ સેન્ટર, રડાર અને હથિયાર ભંડારને નિશાનો બનાવ્યો હતો. પાક.ના ચાર એરબેઝ રફિકી, મુરિદ, ચકલાલા, રહીમ યાર ખાન, સુકૂન સ્થિત પાકિસ્તાન સૈન્ય ઠેકાણા પર એર લોન્ચ, સટીક હથિયારો અને ફાઈટર જેટથી પ્રહાર કરીને નષ્ટ કરવા ઉપરાંત પસૂર સ્થિત રડાર સાઇટ અને સિયાલકોટના એવિએશન સાઇટ એરબેઝને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા હતાં. આ કાર્યવાહી દરમિયાન ભારતમાં ઓછામાં ઓછા નુકસાનને સુનિશ્ચિત કરાયું હતું.

ચિંતાનો વિષય એ છે કે, પાકિસ્તાને લાહોરથી ઉડાન ભરનારા નાગરિક વિમાનોની આડમાં આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગોનો દુરૃપયોગ કર્યો. જેથી તેઓ પોતાની ગતિવિધિને સંતાડી શકે. પાકિસ્તાની ખોટી માહિતી દ્વારા આદમપુર સ્થિત જી-૪૦૦ પ્રણાલી, સુરતગઢ, નગરોટાના બ્રહ્મોસબેઝ, દહેરાગિરીના તોપખાના પોઝિશન અને ચંદીગઢના ફ્રન્ટ લાઈન વિસ્ફોટકોને નષ્ટ કરવાના ખોટા દાવા સોશિયલ મીડિયા પર ફેલાવ્યા. ભારત આ તમામ ખોટા દાવાઓનું ખંડન કરે છે.

પાકિસ્તાને એલઓસી પર ડ્રોન હુમલા અને ભારે ગોળીબારાનો અને તોપગોળાના હુમલાના અનેક પ્રયાસ કર્યા. કુપવાડા, બારામૂલા, પૂંછ, રાજૌરી અને અખનૂર સેક્ટરમાં તોપ અને હળવા હથિયારો સાથે ભીષણ ગોળીબાર શરૃ રહૃાો. ભારતીય સેનાએ આક્રમક જવાબ આપીને પાકિસ્તાની સેનાને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. પાકિસ્તાન સેનાના અગ્રીમ ક્ષેત્રોમાં સૈનિકોની સંખ્યા વધારવામાં આવી રહી છે, જે સ્થિતિને વધુ ભડકાવવાનો પ્રયાસ દર્શાવે છે.

અત્યાર સુધી તમામ દુશ્મની કાર્યવાહીનો ભારતીય સેના દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. ભારતીય સશસ્ત્ર દળ જણાવે છે કે, અમે તણાવમાં વધારો નથી ઈચ્છતા પણ શરત છે કે પાકિસ્તાન પણ આવો જ વ્યવહાર કરે.

સુત્રોના જણાવ્યા મુજબ પંજાબના ફિરોઝપુરમાં રાત્રિના અંધારામાં કરવામાં આવેલા હુમલામાં એક પરિવારના કેટલાક સભ્યો ઘાયલ થયા હતા. હુમલામાં ઈજાનો આ એકમાત્ર કેસ હતો. પાકિસ્તાનની સરહદે આવેલા તમામ રાજ્યોમાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યો હતો. સંરક્ષણ મંત્રાલયે કહૃાું કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને સતત નજર રાખવામાં આવી રહી છે અને ગભરાવાનું કોઈ કારણ નથી.

તે પછી પાકિસ્તાને આજે બપોરે ૧૨ વાગ્યા સુધી પોતાનું એરસ્પેસ સંપૂર્ણપણે બંધ કરી દીધું છે. આ સમય દરમિયાન, પેશાવર જતી પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સની ફ્લાઇટ પીઆઈએ૨૧૮ ક્વેટા ઉપર ઉડતી જોવા મળી હતી. ઇસ્લામાબાદ અને અન્ય મુખ્ય શહેરોમાં વિસ્ફોટ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ અને લાહોર સહિત ઘણાં મોટા શહેરોમાં વિસ્ફોટો સંભળાયા હોવાનું જાણવા મળ્યું છે.

મીડિયા અહેવાલો અનુસાર પાકિસ્તાને ફતહ-૧૧ બેલિસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો હતો. સિરસામાં તેને નિષ્ક્રિય કરવામાં આવ્યું હતું. ભારતે ઈસ્લામાબાદ સહિત પાકિસ્તાનના ઘણાં એરબેઝને નિશાન બનાવ્યા જેમાં તેને ભારે નુકસાન થયું. પાકિસ્તાનના હુમલાના જવાબમાં ભારતે પણ બેલિસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો. પાકિસ્તાને પોતે આ દાવો કર્યો છે. ભારતે બેલેસ્ટિક મિસાઈલ છોડવાની પુષ્ટિ કરી નથી. શ્રીનગર અને પઠાણકોટ એરબેઝ પાસે પણ મોટા વિસ્ફોટો સંભળાયા. આ વિસ્ફોટો પછી કોઈ નુકસાનના સમાચાર નથી.

આજે સવારે ભારતે રાજધાની ઈસ્લામાબાદ નજીક સ્થિત કુલ ચાર એરબેઝ પર મિસાઈલો છોડી અને વિનાશ મચાવ્યો હતો તેવા આક્ષેપ સાથે મોડી રાત્રે ટેલિવિઝન પર પ્રસારિત થયેલા નિવેદનમાં, પાકિસ્તાની લશ્કરી પ્રવકતા લેફટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ કહ્યું ભારતે તેના વિમાનનો ઉપયોગ કરીને હવાથી જમીન પર પ્રહાર કરતી મિસાઈલો ચલાવી હતી. જેની ભારતે પુષ્ટિ કરી નથી.

ભારત૫ર ડ્રોન છોડાતા હતાં તે

બીએસએફ દ્વારા નષ્ટ કરાયેલા લોન્ચપેડનો વીડિયો કરાયો જાહેર

નવી દિલ્હી તા. ૧૦ઃ બોર્ડર પર સિક્યુરીટી ફોર્સે આજે એક વીડિયો જાહેર કર્યો છે. તેમાં પાકિસ્તાનના સિયાલકોટમાં આતંકવાદી લોન્ચપેડના ફૂટેજ છે, જેને બીએસએફ દ્વારા નષ્ટ કરવામાં આવ્યા હતાં. અહીંથી ડ્રોન છોડવામાં આવી રહ્યા હતાં. ઉલ્લેખનિય છે કે, શુક્રવારે સાંજે ૭-૪૭ થી ૧૦-પ૭ વાગ્યાની વચ્ચે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતના શહેરોમાં પપ૦ થી વધુ ડ્રોન ફાયર કર્યા. આ હુમલાને સેનાએ નિષ્ફળ બનાવ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh