Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગઈકાલે ૪૬ ફોર્મ રજૂ થયા

મુખ્ય રાજકીય પક્ષો હવે આજે અને કાલે ફોર્મ ભરશેઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૦: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત ત્રણ દિવસ જિલ્લા તાલુકા પંચાયત તથા નગરપાલિકાઓની ચૂંટણીઓ આગામી તા. ૨૬-૪-ર૦ર૬ ના યોજાનાર છે, જ્યારે ગઈકાલથી ઉમેદવારી પત્રો ભરવાનું શરૂ થયું છે તથા ગઈકાલે એક જ દિવસમાં ૪૬ ફોર્મ ભરાયા હતાં.

ગઈકાલ સુધીમાં ખંભાળિયા નગરપાલિકાની ૩૬ બેઠકો માટે કુલ ચાર જ ફોર્મ આવ્યા છે, જ્યારે રાવલ નગરપાલિકામાં ત્રણ ફોર્મ જ ભરાયા છે. સલાયા એક વોર્ડની પેટા ચૂંટણીમાં એક પણ ફોર્મ ભરાયા નથી.

દ્વારકા જિલ્લાની તાલુકા પંચાયતોની સ્થિતિ જોઈએ તો ખંભાળિયા તાલુકા પંચાયતમાં બે ફોર્મ ભરાયા હતાં. દ્વારકા તાલુકા પંચાયતમાં પાંચ ફોર્મ ભરાયા હતાં. અગાઉ બે મળી કુલ સાત ફોર્મ, ભાણવડમાં એક અગાઉ અને ત્રણ ગઈકાલે સહિત મળી ચાર ફોર્મ ભરાયા છે, જ્યારે કલ્યાણપુર તાલુકા પંચાયતમાં રેકોર્ડરૂપ ગઈકાલે એક જ દિવસમાં ર૭ ફોર્મ ભરાયા છે અને અગાઉના ત્રણ મળી ૩૦ ફોર્મ રજૂ થયા છે.

દ્વારકા જિલ્લા પંચાયતની બાવીસ બેઠકો માટે ગઈકાલે નવ ફોર્મ ભરાયા છે, જેમાં વાડીનાર બેઠક પર કોંગ્રેસના લખધીરસિંહ જાડેજા સહિત ચાર કોંગ્રેસમાંથી ફોર્મ ભરાયા છે, જ્યારે બાકીના અપક્ષોએ ફોર્મ ભર્યા છે.

દ્વારકા જિલ્લામાં મુખ્ય રાજકીય પક્ષો કોંગ્રેસ અને આમ આદમી આજે અને બાકીના કાલે ફોર્મ ભરશે, જ્યારે ભાજપે હજું નામો જાહેર ન કર્યા હોય, નામ જાહેર થયા પછી તા. ૧૧-૪-ર૦ર૬ ના છેલ્લા દિવસે બપોરે જિલ્લા તાલુકા તથા નગરપાલિાઓમાં ફોર્મ ભરનાર છે. કેટલાક ઉમેદવારોએ વિજય સરઘસ જેમ રેલી કાઢી ફોર્મ ભર્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh