Advertisement
Author: નોબત સમાચાર

નિફટી ફ્યુચર ૨૪૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

સ્થાનિક     / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો.... આજે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૃઆત ઘટાડા સાથે થઇ હતી. જિઓ પોલિટિકલ ક્રાઈસિસમાં વધારો, ફેડ રિઝર્વની જાહેરાત પૂર્વે સાવચેતીનું વલણ સહિતના પરિબળો શેરબજાર પર અસર કરી રહ્યા છે. વિદેશી રોકાણકારો ફેડ ચેરમેનની ફુગાવો તેમજ ટેરિફ મુદ્દે સ્પીચ પર નજર રાખી રહ્યા છે. જો કે, છેલ્લા ૧૪ ટ્રેડિંગ સેશનમાં વિદેશી રોકાણકારોએ અંદાજીત રૃા.૪૫,૦૦૦ કરોડનું રોકાણ નોંધાવ્યું છે. જેનો શેરબજારને ટેકો મળ્યો છે. વિદેશી રોકાણકારો નબળા ડોલર, ૨૦૨૫માં યુએસ અને ચીનમાં ધીમી વૃદ્ધિ અને વૃદ્ધિમાં ભારતના સંભવિત આઉટ પર્ફોર્મન્સ જેવા વૈશ્વિક મેક્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૦૫%ના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૫૮% અને નેસ્ડેક ૧.૦૭% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૫૨% ઘટીને ટ્રેડ થઇ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઇન્ડસ્ટ્રીયલ્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૫૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૬૬ અને વધનારની સંખ્યા ૪૨૦ રહી હતી, ૭૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા.... મિત્રો, જો ભૂરાજકીય જોખમ ઊંચું રહેશે તો ભારતીય બજારમાં વધુ વેચવાલી જોવા મળવાની શક્યતા છે.  બજાર માટે અન્ય મુખ્ય સંકેતોમાં આગામી વેપાર વાટાઘાટોનો સમાવેશ થાય છે. વાટાઘાટોના ઘણા રાઉન્ડ પછી ભારતે યુનાઈટેડ કિંગ્ડમ (યુકે) સાથે ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ભારત તથા યુકે વચ્ચે થયેલા દ્વીપક્ષી વેપાર કરારને કારણે ભારતના ઉદ્યોગોને તેમજ સેવા ક્ષેત્રમાં શિક્ષણ, આઈટી અને ફાઈનાન્સને લાભ થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. મુકત વેપાર કરારને કારણે શ્રમ લક્ષી ઉત્પાદનોની યુકેમાં નિકાસમાં ભારત હવે બંગલાદેશ તથા વિયેતનામ જેવા દેશોની આવા પ્રોડકટસની નિકાસ સામે સ્પર્ધામાં ટકી શકશે.

બીજી તરફ રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવામાં ૯૦ દિવસની સ્થગિતી વચ્ચે ચાલુ વર્ષના માર્ચ માસમાં અમેરિકા ખાતે ભારતની નિકાસ ૧૨ મહિનાની સરેરાશના ૫૦% જેટલી ઊંચી રહીને અંદાજીત ૧૧.૨૦ અબજ ડોલર રહી છે. ૨૦૨૫ના પ્રથમ ત્રણ મહિનામાં અમેરિકા ખાતે ભારતનો નિકાસ આંક ૨૭.૭૦ અબજ ડોલર રહ્યો હતો જ્યારે આયાત ૧૦.૫૦ અબજ ડોલરની રહી હતી. ભારત ખાતેથી નિકાસ વધી જતા બન્ને દેશો વચ્ચે માર્ચનો દ્વીપક્ષી વેપાર આંક ૧૫ અબજ ડોલર જેટલો રહ્યો.

એમસીએક્સ ગોલ્ડ ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૃઆતે જુન ગોલ્ડ રૃા.૯૬૦૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૃા.૯૬૦૬૮ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૃા.૯૫૮૩૪ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૨૬૯ પોઈન્ટના ઘટાડા સાથે રૃા.૯૫૮૯૯ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૃઆતે જુલાઈ સિલ્વર રૃા.૯૬૧૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૃા.૯૬૨૩૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૃા.૯૬૦૦૧ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૪૩૩ પોઈન્ટના ઘટાડા સાથે ૯૬૦૭૯ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રૃખ....

એસીસી લિ. (૧૭૮૭) ઃ અદાણી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૃા.૧૭૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૃા.૧૭૪૪ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૃા.૧૮૦૮ થી રૃા.૧૮૨૩ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૃા.૧૮૩૦ ઉપર તેજી તરફી ધ્યાન...!!

જેએસડબ્લ્યૂ સ્ટીલ (૯૪૪) ઃ ટેકનીકલ ચાર્ટ મુજબ રૃા.૯૨૯ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૃા.૯૦૯ ના સપોર્ટથી આ સ્ટોક રૃા.૯૬૩ થી રૃા.૯૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!

અદાણી પોર્ટ્સ (૧૨૯૭) ઃ રૃા.૧૨૮૦ નો પ્રથમ તેમજ રૃા.૧૨૪૪ બીજા સપોર્ટથી પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૃા.૧૩૧૭ થી રૃા.૧૩૩૦ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે...!!

ગોદરેજ કન્ઝ્યુમર (૧૨૦૩) ઃ પર્સનલ કેર સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૃા.૧૨૨૩ થી રૃા.૧૨૩૦ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૃા.૧૧૭૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!!

રામકો સિમેન્ટ્સ (૯૩૦) ઃ રૃા.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૃા.૮૮૦ સ્ટોપલોસ ધ્યાને લઈ સિમેન્ટ અને સિમેન્ટ પ્રોડક્ટ્સ સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૃા.૯૪૪ થી રૃા.૯૬૦ આસપાસ તેજી તરફી ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે...!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.



Advertisement
Advertisement
close
Ank Bandh