Advertisement
Author: નોબત સમાચાર

ફાયર સેફટી સર્ટિફીકેટ માટે હવે રાજ્ય સરકારના નિયત પોર્ટલ પર જ અરજી કરી શકાશે

ઓફલાઈન અરજીઓ સ્વીકારવાનું બંધ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: ફાયર સેફ્ટી સર્ટિફિકેટની ઓફ લાઇન અરજી સ્વીકારવાનું જામનગર મહાનગર પાલિકાએ બંધ કર્યું છે.

જામનગર મહાનગર પાલિકા ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા  જાહેર નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં જામનગર શહેર અને જાડા વિસ્તારમાં વસવાટ કરતાં લોકોને જણાવાયું છે કે, તા. ૧૫ ડીસેમ્બર-૨૦૨૩ના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ગુજરાત ફાયર સેક્રેટી કમ્પલાયન્સ પોર્ટલ (ગુજરાત ફાયર સેફટી કોપ)નું અનાવરણ કરવામાં આવ્યું છે.

આ પોર્ટલનો ઉદેશ રાજયભરમાં ફાયર સેફટી ફ્રેમ વર્કને મજબુત કરવાનો છે. આ માટે ગુજરાત સરકાર દ્વારા તા. ૧૩ ડિસેમ્બર ૨૦૨૩ના ગેઝેટ બહાર પાડવામાં આવેલ છે.

આ ગેઝેટ વેબસાઈટ પર ઉપલબ્ધ છે. જુના રેગ્યુલેશન રદ થઈ નવા રેગ્યુલેશન તા. ૧૩-૧૨-૨૦૨૩ ના થી અમલીકરણ કરવામાં આવેલ છે. સમગ્ર ગુજરાત રાજય માં હાયર સેફટી સર્ટીફીકેટ એક સમાન એક જ પોર્ટલ થકી કરવામાં આવશે. બિલ્ડીંગમાં ફાયર સેકટીનું પ્લાન મંજુર કરવા અને એનઓસી (જે હવે નવુ નામ હાયર સેફટી સર્ટીફીકેટ એપ્રુવલ) મંજુરી ફાયર વિભાગ દ્વારા અપાશે.

ફાયર સેફટી સર્ટીફીકેટ રીન્યુઅલ ગુજરાત સરકાર દ્વારા તાલીમ પામેલ કવોલીફાઈડ ફાયર સેફટી ઓફીસર દ્વારા જ ઓનલાઈન પોર્ટલ થકી કરવામાં આવશે. ફાયર સેફટી સર્ટીફીકેટ મેળવવા જામનગર મહાનગર પાલિકાના ફાયર અને ઈમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા ઓફ લાઇન અરજી બંધ કરવામાં આવે છે.

હવે પછી ફાયર સેફ્ટી પ્લાન અપ્રુવલ, ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અપ્રુવલ અને ફાયર સેફ્ટી સર્ટીફીકેટ  રિન્યુઅલ ઓનલાઇન  અરજી ગુજરાત રાજય સરકારના પોર્ટલ પર કરવાની રહેશે અને અરજદારે જો અરજી કરવામાં કોઈ મુશ્કેલી જણાય તો ગુજરાત સરકારના હેલ્પ ડેસ્ક નં. ૦૭૯૨૩૨૫૭૦૨૨ તથા ૦૭૯૨૩૨૫૭૦૪૦ પર ટેલિફોનીક સંપર્ક કરવો અથવા ઈ-મેઈલ આઈ.ડી. પર પોતાની કવેરી રજુ કરી શકશે.

હવે પછી જામનગર ફાયર વિભાગ દ્વારા હાયર સેફટી સર્ટીફીકેટ રીન્યુઅલ કરવામાં આવનાર નથી. ગુજરાત સરકારના તારીખ ૧૩ ડીસેમ્બર ૨૦૨૩ ના પ્રસિદ્ધ કરવામાં આવેલ ગેઝેટ અન્વયે હાયર સેફટી સર્ટીફીકેટ / રીન્યુઅલ કરાવવાની સંપૂર્ણ જવાબદારી આવી પ્રિમાઈસીસ/ મિલકતના માલિક/ હોદ્દેદાર/ સંચાલક/કબ્જેદાર /વહીવટદાર વગેરે ની રહેશે.

   હાયર સેફટી સર્ટીફીકેટ મેળવવા/રીન્યુઅલ ન કરાવ્યે થી કોઈ દુર્ઘટના ઘટવાની સ્થિતિમાં તેની સંપૂર્ણ જવાબદારી આવી પ્રિમાઈસીસ/મિલકતના માલિક/હોદ્દેદાર/સંચાલક/ કબ્જેદર/વહીવટદાર ઈત્યાદીની રહેશે. તેમ નાયબ કમિશનર જામનગર મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયુ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh