Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુંબઈની વિલેપાર્લે પોલીસે ધરપકડ કરી લીધીઃ
જામનગર તા. ૯: મુંબઈના વિલેપાર્લેમાં હોટલ ચલાવતા એક આસામીને મહાનગરપાલિકા સાથેના વિવાદનું સમાધાન કરાવી દેવાનું કહી એક કહેવાતા પત્રકારે પોતાના બે સાગરિત સાથે મળી રૂ.૮ર લાખ પડાવી લીધા હતા. મૂળ જામનગરના અને હાલમાં સુરતમાં રહેતા આ કહેવાતા પત્રકારની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે.
થોડા વર્ષ પહેલાં જામનગરમાં વસવાટ કરતા અને પોતાને પત્રકાર તરીકે ઓળખાવતા પ્રકાશ દયાશંકર વ્યાસ (ઉ.વ.પ૯) નામના શખ્સને મુંબઈની વિલેપાર્લે પોલીસે પકડી પાડ્યો છે. આ શખ્સે વિલેપાર્લેમાં આવેલી એક હોટલના માલિકને મહાનગરપાલીકા સાથેના વિવાદમાં મધ્યસ્થી રહી સમાધાન કરાવી આપવાનું કહી રૂ.૮ર લાખની છેતરપિંડી કરી લીધાનો આક્ષેપ છે.
હાલમાં સુરતના વરાછા વિસ્તારમાં રહેતો પ્રકાશ વ્યાસ મૂળ જામનગરનો છે. તેની સામે વિલેપાર્લે ઈસ્ટમાં હોટલ ધરાવતા એક આસામીએ રૂ.૮ર લાખની છેતરપિંડીની ફરિયાદ કરી હતી. ફરિયાદીની હોટલનું મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું હતું અને આ આસામીને અન્ય સ્થળે હોટલ માટે જગ્યા આપવામાં આવી હતી. તે મુદ્દા પર વિવાદ થયા પછી હોટલ માલિકે મહાનગરપાલિકા સામે કોર્ટમાં કેસ કર્યાે હતો.
તે દરમિયાન પ્રકાશ વ્યાસ અને મુંબઈના ખારમાં એસ્ટેટ એજન્ટ તરીકે કામ કરતા પવન મનરેજા અને વિલેપાર્લેના પરેશ શાહે મામલો સુલટાવી આપવાની ખાતરી આપ્યા પછી પૈસા પડાવી લીધા હતા. તેની ફરિયાદ પોલીસમાં કરવામાં આવતા વિલેપાર્લે પોલીસ આરોપીઓને શોધી રહી હતી. મોબાઈલ નંબર તથા જગ્યા બદલતા રહેતા પ્રકાશને આખરે સુરતમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. તેને કોર્ટમાં રજૂ કરાતા બે દિવસના રિમાન્ડ પર સોંપાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial