Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારત ૧.૦ થી આગળઃ ટક્કર આપે તેવી ટીમ હોવાથી રોમાંચક મેચની સંભાવનાઃ
રાજકોટ તા. ૧૩: આવતીકાલે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે વન-ડે ક્રિકેટ મેચ રમાનાર હોઈ, રાજકોટમાં ર૭ વર્ષ પછી કાલે બન્ને ટીમો વચ્ચે હાઈવોલ્ટેજ જંગ જામશે. ગત્ સાંજે બન્ને ટીમોનું આગમન થયું ત્યારે કાઠિયાવાડી પરંપરાગત્ રીતે ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું. નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. બેટીંગ અને બોલીંગ બન્ને માટે અનુકૂળ રહે તેવી પીચ તેયાર કરવામાં આવી છે, પરંતુ ટીમ ઈન્ડિયાને ફેવરીટ માનવામાં આવી રહી છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વન-ડે સિરીઝની બીજી મહત્ત્વપૂર્ણ મેચ રાજકોટના ખંઢેરી સ્થિત નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં આવતીકાલે યોજાવા જઈ રહી છે. આ મેચને લઈને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
ગઈકાલે બન્ને ટીમને કાઠિયાવાડી પરંપરાગત રીતે ભવ્ય સ્વાત કરવામાં આવ્યું. ૧૪ મી તારીખે યોજાનારા આ હાઈવોલ્ટેજ મુકાબલા માટે ક્રિકેટ ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઐતિહાસિક મેચ માટે ભારત અને ન્યુઝીલેન્ડ બન્ને ટીમનું ગઈ સાંજે રાજકોટમાં આગમન થયું હતું, ટીમોનું કાઠિયાવાડી પરંપરાગત્ રીતે ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ટીમોના આગમનને પગલે શહેરના હોટેલ અને સ્ટેડિયમ વિસ્તારમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મેચના એક દિવસ પૂર્વે એટલે કે આજે બપોરે ૧-૩૦ વાગ્યાથી ન્યુઝીલેન્ડની ટીમ અને બાદમાં સાંજે પ-૩૦ વાગ્યાથી ભારત ની ટીમ નેટ પ્રેક્ટીસ કરશે.
આ મેચની સૌથી ખાસ વાત એ છે કે, રાજકોટની ધરતી પર ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પૂરા ર૭ વર્ષ પછી વન-ડે મુકાબલો યોજાઈ રહ્યો છે. આંકડાઓ પર નજર કરીએ તો છેલ્લે પાંચ નવેમ્બર ૧૯૯૯ ના રાજકોટના જુના માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પર બન્ને દેશો વચ્ચે ટક્કર થઈ હતી. હવે અઢી દાયકા પછી નિરંજન શાહ સ્ટેડિયમમાં ફરી એકવાર આ બન્ને દિગ્ગજ ટીમો આમને સામને ટકરાશે, જે આ મેચને ઐતિહાસિક બનાવે છે.
ખંઢેરી સ્ટેડિયમમાં રમાનારી આ બીજી વન-ડે મેચ માટે પીચ ક્યુરેટર્સ અને ગ્રાઉન્ડ સ્ટાફે રાત-દિવસ મહેનત કરી છે. બેટીંગ અને બોલીંગ બન્ને માટે અનુકૂળ રહે તેવી પીચ તૈયાર કરવામાં આવી છે. સ્ટેડિયમમાં સુરક્ષા વ્યવસ્થાથી લઈને દર્શકોની સુવિધા સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આવતીકાલે ભારતની ટીમ જીતશે તો સિરીઝ ઉપર કબજો જમાવી લેશે. ક્રિકેટ રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial