Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરઝુ બિશ્નોઈના નામે ફોન આવ્યો હતો
નવી દિલ્હી તા. ૧૭ઃ જાણીતા સિંગર બી પ્રાક પાસેથી બિશ્નોઈ ગેંગના નામે ફોન કરીને રૃા. ૧૦ કરોડની ખંડણી માંગવામાં આવી હોવાની ફરિયાદ મોહાલી પોલિસ સ્ટેશનમાં નોંધાઈ છે.
સિંગર બી પ્રાક પાસે લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે રૃા. ૧૦ કરોડની ખંડણી માંગવામાં આવી છે. આ ધમકી સીધી રીતે નહીં પરંતુ પંજાબી સિંગર દિલનૂર દ્વારા આપવામાં આવી છે. દિલનૂરને પ-જાન્યુઆરીએ વિદેશી નંબર પરથી બે વાર ફોન આવ્યા હતા, પરંતુ તેણે ઉઠાવ્યા નહોતા. ત્યારબાદ ૬-જાન્યુઆરીએ જ્યારે ફોન આવ્યો ત્યારે દિલનૂરે વાત કરી હતી. પરંતુ શંકાસ્પદ લાગતા ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ તેને એક ઓડિયો રેકોર્ડિંગ મોકલવામાં આવ્યું હતું.
પોલીસ ફરિયાદ મુજબ ધમકી આપનાર વ્યક્તિએ પોતાનું નામ આરઝૂ બિશ્નોઈ હોવાનું જણાવ્યું છે. તે લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય હોવાનું કહેવાય છે અને હાલ વિદેશમાં છુપાયેલો છે. તેણે વોઈસ મેસેજમાં કહ્યું કે, "હેલો, આરઝૂ બિશ્નોઈ બોલી રહ્યો છું, બી પ્રાકને મેસેજ કરી દેજો કે ૧૦ કરોડ રૃપિયા જોઈએ છે. તારી પાસે એક અઠવાડિયાનો સમય છે. દુનિયાના કોઈપણ દેશમાં જતો રહે. તારી સાથેનો કોઈપણ મળી ગયો તો નુકસાન કરી દઈશું. આને ફેક કોલ ન સમજતા, જો માનીને ચાલશો તો ઠીક છે નહિતર તેને ધૂળમાં મેળવી દઈશું."
આ ધમકીભર્યા મેસેજ બાદ સિંગર દિલનૂરે તાત્કાલિક ૬-જાન્યુઆરીએ એસએસપી મોહાલીને લેખિતમાં ફરિયાદ આપી હતી. પોલીસે આ મામલે તપાસ શરૃ કરી દીધી છે અને સિંગરની સુરક્ષાને લઈને પણ ચર્ચા કરવામાં આવી રહી છે. વિદેશી નંબર અને આરઝૂ બિશ્નોઈના કનેકશનને લઈને ટેકનિકલ તપાસ ચલાવવામાં આવી રહી છે.
બી પ્રાક અત્યારે બોલિવૂડ અને પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીનું ખૂબ મોટું નામ છે, 'તેરી મિટ્ટી', 'ફિલહાલ' અને 'મનભર્યા' જેવા સુપરહિટ ગીતો આપનાર બી પ્રાકની લોક પ્રિયતા દેશ-વિદેશમાં છે. અગાઉ પણ પંજાબી સિંગર્સ લોરેન્સ ગેંગના નિશાને રહ્યાં છે. ત્યારે આ નવી ધમકીએ ઈન્ડસ્ટ્રીમાં ફફડાટ ફેલાવી દીધો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial