Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કચ્છમાં ૨૪ કલાકમાં જુદા-જુદા સ્થળે ૩ આંચકા અનુભવાયા
ભુજ તા. ૧૮ઃ કચ્છ જિલ્લામાં ધરતીકંપના ૨૪ કલાકમાં ત્રણ આંચકા આવ્યા હતાં. મોડી રાત્રે ખાવડા પાસે ૪.૧ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો જો કે, જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલો નથી.
ગુજરાતના કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત રહૃાો છે. શુક્રવાર અને શનિવારની મધ્યરાત્રિએ ૧ઃ૨૨ વાગ્યે ખાવડા નજીક ૪.૧ની તીવ્રતાનો જોરદાર આંચકો અનુભવાતા લોકો ગાઢ નિંદ્રામાંથી જાગી ગયા હતા અને ભયના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા. છેલ્લા ૨૪ કલાકમાં કચ્છના અલગ-અલગ વિસ્તારોમાં આ ત્રીજો આંચકો નોંધાયો છે.
ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ, ગાંધીનગરના જણાવ્યા અનુસાર, શનિવારે મોડી રાત્રે ૧ઃ૨૨ કલાકે ૪.૧ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છના ખાવડાથી ૫૫ કિલોમીટર ઉત્તર-ઉત્તરપૂર્વ (એનએનઈ) દિશામાં જમીનથી ૧૧.૬ કિલોમીટરની ઊંડાઈએ હતું. ભૂકંપની તીવ્રતા વધુ હોવાના કારણે ખાવડા તેમજ આસપાસના મોટા વિસ્તારમાં તેના જોરદાર કંપન અનુભવાયા હતા. જોકે, સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર મળ્યા નથી.
આ પહેલાં શુક્રવાર, ૧૬ જાન્યુઆરીના પણ કચ્છમાં બે હળવા આંચકા નોંધાયા હતા. ગઈકાલે બપોરે ૧ઃ૫૦ કલાકે ભચાઉથી ૨૧ કિલોમીટર ઉત્તર-ઉત્તરપૂર્વ (એનએનઈ) દિશામાં ૨.૭ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. આ ભૂકંપ ૨૩.૯ કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. તે પહેલાં, ગઈકાલે વહેલી સવારે ૫ઃ૪૭ કલાકે રાપરથી ૧૯ કિલોમીટર પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં ૨.૫ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જે ૧૧.૧ કિલોમીટર ઊંડો હતો.
એક જ દિવસમાં ઉપરાછાપરી આવેલા આ ત્રણ આંચકા, અને ખાસ કરીને ૪.૧ની તીવ્રતાના ભૂકંપે, સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ પેદા કર્યો છે. ઉલ્લેખનીય છે કે કચ્છ સિસ્મિક ઝોન-૫ માં આવતો હોવાથી અહીં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial