Advertisement
Author: નોબત સમાચાર

૧૪મી જાન્યુઆરીઃ મકર સંક્રાંતિના પર્વનું ખગોળીય મહત્ત્વ

સુર્યનો ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશઃ

                                                                                                                                                                                                      

ઉત્તરાયણ અને મકરસંક્રાંતના પર્વનું ખગોળીય દૃષ્ટિએ પણ ઘણું મહત્વ છે.  મકરસંક્રાત એટલે સૂર્ય નો ધન રાશિ માંથી મકર રાશિ માં પ્રવેશ અને આ દિવસ ૧૪ જાન્યુઆરી હોય છે. વળી ઉત્તરાયણ એટલે સૂર્ય નું વધુ માં વધુ દક્ષિણ દિશા તરફ જઈ ઉત્તર તરફ ની ગતિ ની શરૂઆત એટલે સૂર્ય નું ઉત્તર દિશા માં પ્રયાણ કરવું. આ દિવસ ૨૨ ડિસેમ્બર હોય છે.

આ દિવસે સૌર શિશિર ઋતુ નો પ્રારંભ થાય છે અને ઉત્તર ગોળાર્ધ ના તમામ દેશો માં રાત્રીની લંબાઈ વધુ માં વધુ હોય છે. આ દિવસ ને ઉત્તરાયણ કહેવાય છે. આમ મકરસંક્રાત અને ઉત્તરાયણ આ બંન્ને તહેવારો એકજ દિવસે નથી હોતા, બંન્ને દિવસો અલગ-અલગ હોય છે.

ખગોળશાસ્ત્ર મુજબ ઇ. સ. ૧૪૨૬ માં સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ ૧૪ જાન્યુઆરી એ થયો હતો, ત્યારે મકરસંક્રાત ની ઉજવણી આ દિવસે કરવામાં આવી હતી. ત્યાર થી આજ દિવસ સુધી મકરસંક્રાત ની ઉજવણી ૧૪ જાન્યુઆરી એજ કરવામાં આવે છે.

  આપણે જાણીએ છીએ કે આપણી પૃથ્વી સંપૂર્ણ ગોળ નથી, પણ થોડીક ચપટી છે. વિષુવવૃત પાસે તેનો વ્યાસ ધ્રુવબિંદુ ના વ્યાસ કરતા ૪૦ કી. મી. વધારે છે. આ અસમાન ગોળાકારને કારણે પૃથ્વીની ધરી અનંત અવકાશ માં સૂર્ય ને સમાંતરે નથી પણ પૃથ્વીની ધરી ૨૩.૨૭ અંશ ઢળેલી છે. જેને કારણે સૂર્યના ગુરૂત્વાકષણ થી પૃથ્વી ખેંચાતા તેની ગતિ માં એક લચક આવે છે, સાથે ચંદ્રનું ગુરૂત્વાકર્ષણ સાથે મહાસાગર ની ભરતી અને ઓટ આ લચક ગતિ માં વધારો કરે છે. પૃથ્વી ની આ લચક ગતિ ને ભમરડાની ગતિ સાથે સરખાવી શકાય.

પૃથ્વી ની આ વિષુવાયન લચક ગતિ નો ચકરાવો ૨૫૭૯૭.૩૦ વર્ષે પૂર્ણ થાય છે.  પૃથ્વી ની આ નિરાલી ગતિ ને કારણે વસંતસંપાત અને શરદસંપાત બિંદુઓ દર ૭૧.૬૬ વર્ષે એક અંશ આગળ વધે છે. પૃથ્વીની આ વિષુવાયન ગતિ ને કારણે પૃથ્વી ની ધરી સામે તંકાયેલ ધ્રુવ  ના તારા નુ સ્થાન બદલતા રહે છે.

આજથી ૩,૦૦૦ વર્ષ પછી વૃષપર્વા મંડળ નો કાલિયનાગ ની પૂંછડી નો ઝાંખો તારો ધ્રુવ નું સ્થાન લેશે, અને ૧૨,૦૦૦ વર્ષ પછી અભિજીત નો તારો ધ્રુવ બનશે. આમ ૨૬,૦૦૦ વર્ષ નું એક ચક્ર પૂર્ણ થતાં ફરી હાલ નો ધ્રુવ તારો પૃથ્વી ની ધરી સામે આવતાં આપણો ધ્રુવ તારો બનશે.

આમ પૃથ્વીની આ વિશિષ્ટ લચક ગતિ અવકાશ માં સૂર્ય ની અને તારાઓની આકાશી ગતિમાં નોંધપાત્ર ફેરફારો સર્જે છે અને સંક્રમણની તિથીઓ બદલે છે.

કિરીટ શાહ, ખગોળ મંડળ, જામનગર

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh