Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા નગરપાલિકાના કારોબારી ચેરમેને પોતે જ પત્ર લખ્યો હોવાનો ઘટસ્ફોટ કરતાં ચકચાર

હાઈકોર્ટ સુધી પહોંચેલા લેટરકાંડમાં ધડાકો

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૯: ખંભાળિયા નગરપાલિકાના વર્તમાન ચીફ ઓફિસર રાહુલ કરમુરને બદલવા પાલિકા કારોબારી ચેરમેન દ્વારા દશ સદસ્યોની સહી સાથે સીધો શહેરી વિકાસ વિભાગને પત્ર લખાયેલો જે પત્ર વિવાદી બનેલો પાલિકાના કેટલાક સદસ્યોની બનાવટી સહી તથા પાલિકાના સત્તાવાર લેટરપેડ તથા જાવક નંબરનો દુરૂપયોગ થયો હોય તથા આ લેટર લખાવવામાં પાલિકાના બાંધકામ ઈજનેર એન. આર. નંદાણીયા પણ સામેલ હોવાનું જણાતા ચીફ ઓફિસર રાહુલ કરમૂર દ્વારા તેમને છુટા શા માટે ના કરવા ? તેવી નોટીસ આપતા મામલો હાઈકોર્ટમાં પહોંચેલો તથા કેટલાક સદસ્યો દ્વારા તેમની ખોટી સહીઓ થવા અંગે ભાજપ પક્ષના હોદ્ેદારોને પણ ફરિયાદ કરાઈ હતી. જે પ્રકરણમાં હજુ કંઈ આગળ વધે તે પહેલા પાલિકાના કારોબારી ચેરમેન રેખાબેન ખેતિયાએ પાલિકા ચીફ ઓફિસરને પત્ર લખીને આ પત્ર તેમણે લખ્યાનું જણાવતા ફરી ધડાકો થયો છે. આ નવા પત્રથી ઈજનેર નંદાણીયા ચિત્રમાંથી નીકળી જાય છે તો આ પત્રમાં કારોબારી ચેરમેને પાલિકાના લેટરપેડ તથા જાવક નંબરનો ઉપયોગ કર્યાનું સાબીત થાય છે તો ભાજપ પક્ષ હજુ સુધી 'નીંભર' તાની જેમ મૂક પ્રેક્ષક તરીકે આ કાર્યવાહી જોઈ રહ્યું હોય ભારે ટીકાપાત્ર સ્થાનિક ભાજપનું તંત્ર બન્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh