Advertisement
Author: નોબત સમાચાર

બાલંભામાં ઉજવાયો 'જલ અર્પણ' દિવસ પાણીનો બગાડ અટકાવવા લેવાયા શપથ

જનજાગૃતિ રેલી નીકળીઃ જળસ્ત્રોતોનું પૂજન

                                                                                                                                                                                                      

જોડીયા તા. ૧૬: જોડિયા તાલુકાના બાલંભા ગામે કલેકટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં 'જલ અર્પણ દિવસ'ની ઉજવણી કરાઈ હતી. આ કાર્યક્રમમાં જનજાગૃતિ રેલી તેમજ જળ સ્ત્રોતોનું પૂજન કરવામાં આવ્યું હતું.

જળ એ જ જીવન છેના સંદેશને સાર્થક બનાવવાના હેતુથી જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં 'જલ અર્પણ દિવસ'ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆત ગામની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જનજાગૃતિ રેલીથી કરવામાં આવી હતી. બાળકોએ પ્લેકાર્ડ્સ અને સૂત્રોચ્ચાર સાથે પાણી બચાવવાનો સંદેશ આપ્યો હતો. રેલી દરમિયાન પાણી બચાવો, જીવન બચાવો જેવા સૂત્રો સાથે ગ્રામજનોમાં જળ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. ત્યારબાદ ગામના જળસ્ત્રોતો પાસે ગ્રામજનોએ પરંપરાગત રીતે નાડા-છડી બાંધી જળ પૂજન કર્યું હતું. આ પ્રસંગે ગ્રામજનોએ જળ સ્ત્રોતોની યોગ્ય સંભાળ અને જાળવણી રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

જિલ્લા કલેક્ટરે પ્રાસંગિક ઉદ્બોધન આપતા જણાવ્યું હતું કે, પાણીનો સંયમપૂર્વક ઉપયોગ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. તેમણે ગ્રામજનોને પાણી બચાવવા અને જળ સંરક્ષણ માટે સક્રિય સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે કલેક્ટરશ્રીના હસ્તે 'ગ્રામ જલ સ્વચ્છતા સમિતિ'ને 'જલ કલશ', 'પ્રશસ્તિ પત્ર' એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ પાણીના વિતરણ અને વ્યવસ્થાપન માટે જરૂરી સાધનોની કિટ પણ સમિતિને સોંપવામાં આવી હતી.

કાર્યક્રમના અંતે ગ્રામજનો, વિદ્યાર્થીઓ,અધિકારીઓ વગેરેએ સામૂહિક રીતે 'જલ શપથ' લીધા હતા કે તેઓ પાણીનો બગાડ અટકાવશે અને જળ સંપત્તિનું જતન કરશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh