Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામજોધપુરના યુવાનની બે શખ્સ સામે ફરિયાદઃ
જામનગર તા. ૧૮: જામજોધપુરના એક આસામીએ પાંચ વર્ષ પહેલાં રૂ।.૩ લાખ ૩૦ ટકાના વ્યાજ પેટે બે શખ્સ પાસેથી મેળવ્યા પછી વ્યાજ પેટે રૂ।.૧૪ લાખ ચૂકવી આપ્યા હોવા છતાં બંને શખ્સ તેમની પાસે બાકી રકમનું વધુ વ્યાજ માંગી કોરા ચેક પર સહી કરાવી જતાં અને ગાળો ભાંડી મારી નાખવાની ધમકી આપી જતાં આ આસામીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામજોધપુર શહેરમાં વાઘપતી ભવન પાસે વસવાટ કરતા અને ખેતીકામ તથા ડ્રાઈવીંગનો વ્યવસાય કરતા નિકુંજભાઈ જયંતિભાઈ ગોર નામના પટેલ યુવાનને વર્ષ ૨૦૨૧માં પૈસાની જરૂરિયાત ઉભી થતાં તેઓએ જામજોધપુર તાલુકાના હોથીજી ખડબા ગામના પ્રતિપાલસિંહ નાથુભા જાડેજા ઉર્ફે કાના તથા દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના વેરાડ ગામના ક્રિપાલસિંહ હરિસિંહ જાડેજાએ રૂ।.૩ લાખ ૩૦ ટકાના વ્યાજે આપ્યા હતા.
વર્ષ ૨૦૨૧થી અત્યાર સુધી નિકુંજભાઈએ દર મહિને વ્યાજ ચૂકવી કુલ રૂપિયા ચૌદેક લાખ આપી દીધા હતા. તે પછી પણ બાકીના નાણાની ઉઘરાણી કરી તે નાણા પર પણ વ્યાજ આપવાનું કહી પ્રતિપાલસિંહ તથા ક્રિપાલસિંહે કોરા ચેક પર નિકુંજભાઈની સહી કરાવી લઈ ગાળો ભાંડવા ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપતા જામજોધપુર પોલીસ સ્ટેશનમાં નિકુંજભાઈએ ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial