Advertisement
Author: નોબત સમાચાર

ચાંદીમાં ૨૪ કલાકમાં કિલોએ રૂ।. ૧૪૦૦૦ વધ્યાઃ સોનુ પણ દસ ગ્રામ દીઠ રૂ।. ૪૫૦૦ મોંઘુ

સોના- ચાંદીના બજારમાં જબરી ઉથલપાથલ

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ૧૯: વાયદા બજારમાં ઉથલપાથલ, યથાવત રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં ચાંદી કિલાદીઠ ૧૪૦૦૦ તો સોનું ૪૫૦૦ રૂપિયા મોંઘુ થયું છે.

સોના-ચાંદીના બજારમાં છેલ્લા બે દિવસથી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ગઇકાલે ફરી એકવાર રાત સુધીમાં સોના-ચાંદીમાં ભારે તેજી જોવા મળી. એમસીએક્સ પર સોના અને ચાંદી બંને કિંમતી ધાતુઓમાં તેજીનો તિખારો જોવા મળી રહ્યો છે.

ચાંદીમાં તેજીનો માહોલ યથાવત

છેલ્લા ૨૪ કલાકમાં ચાંદી ફરી મોંઘી થઇ છે. ચાંદી ગઇકાલે બજારની શરૂઆતમાં ૪૦૦૦ રૂપિયા મોંઘી હતી પરંતુ દિવસના અંત સુધીમાં ચાંદી એકઝાટકે ૧૩,૦૦૦ રૂપિયા જેટલી ઉછળી હતી અને આજે બજાર ખુલતાં જ ચાંદીએ ફરી ૧૦૦૦ રૂપિયાથી વધુની તેજી બતાવતા ૨,૪૬,૨૧૪ની સપાટી કૂદાવી દીધી હતી. એટલે કે મંગળવારના  મોટા કડાકા પછી છેલ્લા ૨૪ કલાકમાં જ જે ચાંદી ૨,૨૬,૦૦૦ના નીચલા લેવલે પહોંચી હતી તે ફરી એકવાર ૨,૪૫,૦૦૦ની સપાટીને કૂદાવી ગઇ હતી. આજે ચાંદી ૨,૪૨,૪૩૯ના ભાવે ખુલી હતી અને વાયદા બજારમાં ટ્રેડિંગ શરૂ થતાં જ તે ૨,૪૬,૨૧૪ના લેવલને કૂદાવી ગઇ હતી. આમ છેલ્લા ૨૪ કલાકમાં ચાંદીમાં કુલ ૧૪,૦૦૦થી વધુનો ઉછાળો આવ્યો છે.

સોનામાં પણ ઉછાળો

વાયદા બજારમાં જે સોનું મંગળવારે મોડી રાતે ૧૫૦૦૦૦ના લેવલે પહોંચી ગયું હતું. તે આજે ગુરુવાર સુધીમાં ફરી તેજી દર્શાવતા ૧,૫૬,૩૧૨ના સ્તરે આવી ગયું છે. ગઈકાલે સોનું ૪૩૪૩ રૂપિયા જેટલું મોંઘુ થયું હતું. રાતે સોનામાં પણ એકઝાટકે તેજી આવી હતી. જોકે આજે બજાર ખુલતાં જ સોનામાં તેજીનો માહોલ જળવાઈ  રહૃાો અને સોનું ૫૫૦ રૂપિયાની તેજી સાથે હાલ ૧,૫૬,૦૦૦ની આજુબાજુ ટ્રેડ થઇ રહૃાું છે.

વૈશ્વિક પ્રવાહોની ચર્ચા

ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી એકવાર યુદ્ધના ભણકારાને પગલે વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે જેના પગલે સોનું-ચાંદી મોંઘા થયા હોવાનું માનવામાં આવી રહૃાું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh