Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી અને માહિતીખાતાના સંયુક્તક્રમે
મીડિયાકર્મીઓના આરોગ્યની સંભાળ લેવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રેડક્રોસ સોસાયટી અને માહિતી વિભાગના સંયુક્ત ઉપક્રમે મીડિયાકર્મીઓ માટે નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ખંભાળીયામાં જલારામ મંદિરમાં યોજાયેલા આ કેમ્પમાં પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાના સ્થાનિક પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ કેમ્પમાં વિવિધ બ્લડ ટેસ્ટ તેમજ ૩૫ વર્ષથી વધુ વયના પત્રકારો માટે ઈ.સી.જી. અને એકસ-રે ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા માહિતી કચેરીની ટીમ તેમજ ઈન્ડિયન રેડક્રોસ સોસાસટી દેવભૂમિ દ્વારકાના ચેરમેન કિરીટભાઈ મજીઠીયા તેમજ સોસાયટીના સભ્યો તથા કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial