Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રભારીમંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં
ખંભાળિયા તા. ૨૩: રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન, ખંભાળિયામાં જિલ્લા આયોજન મંડળ અન્વયે વિકેન્દ્રિત જિલ્લા આયોજન અને એ.ટી.વી.ટી યોજના અંતર્ગતના મંજૂર થયેલા કામોની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
સમીક્ષા બેઠકમાં પ્રભારીમંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની વિવિધ જોગવાઇઓ હેઠળ વિવેકાધિન જોગવાઈ, પ્રોત્સાહક જોગવાઈઓ, એ.ટી.વી.ટી, રાષ્ટ્રીય પર્વ, ગ્રામ્ય ધારાસભ્યશ્રી ફંડ સહિતની જોગવાઈઓની સમીક્ષા કરી હતી. ઉપરાંત, વર્ષ ૨૦૨૫-૨૬ ચાલુ વર્ષના કામોની સમીક્ષા કરી હતી. વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની વિવિઘ જોગવાઇઓ હેઠળ વર્ષ ૨૦૨૨-૨૩થી વર્ષ ૨૦૨૫-૨૬ના કામોની સમીક્ષા પણ કરવામાં આવી હતી. તદુપરાંત, વિકેન્દ્રિત જિલ્લા આયોજન અંતર્ગત પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરી હતી. આ તકે પ્રભારીમંત્રીએ તમામ વિભાગના અમલીકરણ અધિકારીઓને આયોજનની કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા તેમજ તાલુકા તથા ગ્રામ્ય સ્તરે કામોના રીવ્યુ કરવા અધિકારીઓને જરૂરી સૂચન કર્યું હતું. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા નાગરિકોની સુખાકારી તેમજ જનકલ્યાણ માટેના વિકાસ કાર્યો માટે સરકાર કટિબદ્ધ છે તેમ જણાવી જનહિતલક્ષી કામો તાકીદે પૂર્ણ કરવા તેમજ તમામ પ્રકારના કામોની ગુણવત્તા જળવાઈ તેની ચોકસાઈપૂર્વક ખાતરી કરવા તમામ અધિકારીઓને સૂચના આપી હતી. ઉપરાંત, શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ સહિત વિવિધ વિભાગોના કામોની પણ સમીક્ષા કરી હતી.
સમીક્ષા બેઠકમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મૂળુભાઇ બેરા, ધારાસભ્ય હેમંતભાઈ ખવા, જિલ્લા કલેકટર રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક હેતલ જોશી, જિલ્લા આયોજન અધિકારી ઝેડ.એ.બારૈયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહૃાા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial