Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેરેથોનમાં મંથર ગતિ...
જામનગર તા. રરઃ જામનગર ભાજપ યુવા મોરચા દ્વારા વડાપ્રધાનના જન્મ દિવસની ઉજવણી અંતર્ગત પાંચ કિ.મી.ની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.
શારીરિક સ્વાસ્થ માટે વ્હેલી સવારે જોગીંગ કે રનીંગ કરવાનું શ્રેષ્ઠ માનવામાં આવે છે, તે ગણતરી સાથે આયોજકોએ અતિ ઉત્સાહમાં આ દોડનો આરંભ વ્હેલી સવારે પાંચ વાગ્યે કરવામાં આવશે તેવી સૂચના આપી હતી.
રાજકીય પક્ષના યુવા મોરચાની જાહેરાતના કારણે પક્ષના સભ્યો, નાના હોદ્દેદારો તેમાં જોડાવા માટે તૈયાર થયા હતાં. આ ઉપરાંત અન્ય નગરજનો, બાળકો, મહિલાઓ, સિનિયર સિટીઝન પણ ભાગ લેવા આવ્યા હતાં.
સવારે પાંચ વાગ્યે દોડનો આરંભ થવાનો હોવાથી પાંચ-સવાપાંચ વાગ્યા સુધીમાં જ ૩૦૦ જેટલા લોકો લાલબંગલા સર્કલમાં આવી ગયા... ત્યારપછી ધીમે ધીમે અન્ય લોકો પણ આવ્યા... પણ દોડ પ્રારંભના સ્થળે યુવા મોરચાના કાર્યકરો દ્વારા વારંવાર માઈક હાથમાં વાહનો ક્યાં પાર્ક કરવા જેવી સૂચનાઓ આપતા હતાં. છ અને સાડાછ વાગ્યા સુધી દોડનો આરંભ થાય તેવી કોઈ શક્યતા નહીં જણાતા યોગ વિદ્યાના એક અગ્રણી મહિલાએ સ્ટેજ ઝુમ્બા ડાન્સ કર્યો, અને તે ડાન્સ કરવા અપીલ કરી. આ સ્થિતિમાં દોડનો આરંભ સાઈડમાં રહી ગયો અને ડાન્સનો સ્ટેજ શો હોય તેવા દૃશ્યો સર્જાયા...
દોડનો આરંભ ક્યારે થશે? તેવું પૂછવામાં આવતા જણાવાયું કે મંત્રી, સાંસદ, ધારાસભ્યો, મેયર વિગેરે મહાનુભાવો આવશે એટલે તેમના હસ્તે દોડનો આરંભ કરાવશે. આ દરમિયાન સવારે સાડાછ વાગ્યા પછી એક પછી એક મહાનુભાવો આવતા ગયા અને છેક સવારે સવાસાત વાગ્યે અર્થાત્ સવાબે કલાક પછી દોડ શરૂ થઈ... સ્ટેજ ઉપરથી દોડનો આરંભ કરાવતા મહાનુભાવોના ફોટા પડ્યા અને તેમનું કામ પૂરૃં થયું!
આ વિલંબના કારણે દૂર દૂરથી વ્હેલી સવારે ૪-૩૦ વાગ્યે ઊઠીને આવનારા લોકો ઝોંકા ખાતા જોવા મળ્યા હતાં. બાળકો તો બિચારા લાલબંગલા વિસ્તારમાં જ્યાં અનુકૂળતા જણાઈ ત્યાં રીતસર નિદ્રામાં પોઢી ગયા હતાં!
માત્રને માત્ર મહાનુભાવોના આગમનની પ્રતિક્ષામાં આ મેરેથોન દોડમાં અસહ્ય વિલંબ થયો અને તેમાં ભાગ લેનારા ત્રાસી જાય તેવી મુશ્કેલી પડી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial