Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્ષ ર૦રર પછી પહેલીવાર ઓઈલના ભાવ આસમાને
નવી દિલ્હી તા. ૯: વૈશ્વિક બજાર પર યુદ્ધની માઠી અસરોના કારણે ક્રૂડ ઓઈલનો ભાવ બેરલ દીઠ ૧૧૦ ડોલર સુધી પહોંચી જતા પેટ્રોલ-ડીઝલના ભાવો વધવાની આશંકા સેવાઈ રહી છે.
મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતો ૧૧૦ ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગઈ છે. તેમ છતાં ભારતમાં હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાની શક્યતા ઓછી હોવાની શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારને હાલ એવી અપેક્ષા છે કે, સરકારી તેલ માર્કેટીંગ કંપનીઓ આંતરરાષ્ટ્રીય તેલની કિંમતોમાં થયેલા વધારો પોતે જ સહન કરશે તેથી તેલના ભાવ સ્થિર રહેશે. આને કારણેતેલ કંપનીઓએ થોડા સમય માટે ઓછા નફા સાથે કામ કરવું પડી શકે છે.
આ દરમિયાન વૈશ્વિક બજારના વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટનો ભાવ લગભગ ર૭ ટકા વધીને ૧૧૬ ડોલર પ્રતિબેરલ સુધી પહોંચી ગયો છે, તો બીજી તરફ બ્રેન્ટ ક્રૂડનો ભાવ પણ લગભગ ર૮ ટકા વધીને ૧૧૬ ડોલર પ્રતીબેરલ થયો છે. વર્ષ ર૦રર પછી આ પ્રથમ વખત છે જ્યારે બન્ને મુખ્ય સૂચકાંકોનો ભાવ ૧૦૦ ડોલર પ્રતિબેરલ પાર કરી ગયો છે. તેલની કિંમતોમાં આ તીવ્ર ઉછાળો મધ્ય પૂર્વમાં વધતા સંઘર્ષ અને હોર્મુઝની સામુદ્રધુનીમાં પુરવઠો ખોરવવાને કારણે આવ્યો છે.
ભારતમાં પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં સમગ્ર દેશમાં સ્થિર છે. સામાન્ય રીતે ભારતમાં ઈંધણના ભાવ વૈશ્વિક કાચા તેલની કિંમતો અનુસાર બદલાય છે, પરંતુ જ્યારે બજારમાં વધુ અસ્થિરતા હોય છે ત્યારે ક્યારેક તેલ કંપનીઓને કિંમતોનો બોજ પોતે ઉઠવવા કહે છે.
આ પહેલા સરકારી સૂત્રોએ શનિવારે પણ જણાવ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશે નહીં. તેમણે માહિતી આપી કે ભારતની ઊર્જા ભંડારની સ્થિતિ પહેલા કરતા સારી થઈ રહી છે અને સંજોગો ધીમે ધીમે સ્થીર થઈ રહ્યા છે. ઊર્જા ભંડારમાં સુધારાથી સરકારને ઈંધણ પુરવઠાને સંભાળવામાં વધુ વિશ્વાસ મળ્યો છે. આ સાથે જ ભારતે કાચા તેલની આયાતને વિવિધ સ્ત્રોતોમાં વહેંચવા માટેના પગલાં લીધા છે, જેથી સંવેવનશીલ દરિયાઈ માર્ગો પરની નિર્ભરતા ઘટાડી શકાય.
સૂત્રોના જણાવ્યા મુજબ પહેલા ભારતની કુલ કાચા તેલની આયાતનો લગભગ ૬૦ ટકા હિસ્સો હોર્મુઝની સામુદ્રધુની બહારના સ્ત્રોતોમાંથી આવતો હતો, પરંતુ હવે આ હિસ્સો વધીને લગભગ ૭૦ ટકા થઈ ગયો છે. તેમણે એ પણ જણાવ્યું કે હોર્મુઝની સામુદ્રધુનીથી તેલનો પ્રથમ જથ્થો ફરીથી રવાના થઈ ચૂક્યો છે, જે સંકેત આપે છે કે તેલનો પુરવઠો ધીમે ધીમે સામાન્ય થઈ રહ્યો છે.
દરમિયાન કતારના ઊર્જા મંત્રી સાદ અલ-કાબીએ ચેતવણી આપી છે કે જો મધ્ય પૂર્વમાં યુદ્ધ થોડાદિવસો ચાલુ રહેશે તો ખાડી દેશોના નિકાસકારો 'ફોર્સ મેજ્યોર' જાહેર કરી શકે છે, જેનાથી તેલનો પુરવઠો અટકી શકે છે. આવી સ્થિતિમાં કાચા તેલની કિંમત ૧પ૦ ડોલર પ્રતિબલ સુધી અને કુદરતી ગેસની કિંમત ૪૦ ડોલર પ્રતિ એમએમબીટીયુ સુધી પહોંચી શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેલની કિંમતોમાં આવેલા ઉછાળાનો બચાવ કરતા કહ્યું કે, આ ઈરાનના પરમાણુ જોખમનો સામનો કરવાની અસ્થાયી કિંમત છે. તેમણે ઉમેર્યું કે જ્યારે પણ આ જોખમ ખતમ થઈ જશે ત્યારે તેમની કિંમતો ફરીથી ઘટી જશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial