Advertisement
Author: નોબત સમાચાર

લોકસભાના સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવની તૈયારીઃ વિપક્ષ આપશે નોટીસ

રાહુલ ગાંધીના મુદ્ે લોકસભા અને ખડગેને બોલવા નહીં દેવાતા બન્ને ગૃહો બપોર સુધી સ્થગિત

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૯: લોકસભાના સ્પીકર ઓમ બિરલા વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં વિપક્ષો હોવાના સંકેતો વચ્ચે લોકસભા દિવસમાં બીજીવાર સ્થગિત થઈ છે.

વિપક્ષ લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે. ન્યૂઝ એજન્સીના સૂત્રોને ટાંકીને આ માહિતી સામે આવી રહી છે. આ પહેલા બજેટ સત્રના ૯મા દિવસે એટલે કે સોમવારની શરૂઆત હોબાળા સાથે થઈ હતી. વિપક્ષ રાહુલ ગાંધીને બોલવા દેવાની માંગ કરી રહૃાો હતો. લોકસભા સ્પીકરે કહૃાું કે પ્રશ્નકાળ પછી પોતાની વાત રજૂ કરો. વિપક્ષના નેતાઓ આ પછી પણ માન્યા નહીં અને હોબાળો ચાલુ રાખ્યો હતો એ પછી લોકસભા સ્પીકરે સંસદને ૨ વાગ્યા સુધી સ્થગિત કરી દીધી. આ પહેલા તેને ૧૨ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

શુક્રવારે ૮મા દિવસે ભારે હોબાળાને કારણે સભા ત્રણ વખત સ્થગિત કરવામાં આવી હતી. શુક્રવારે રાજ્યસભામાં પણ પ્રશ્નકાળ દરમિયાન વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ વચ્ચે રાજ્ય મંત્રી રવનીત સિંહ બિટ્ટુને લઈને તીખી દલીલ થઈ હતી. બિટ્ટુ ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા. આ પહેલા સંસદ પરિસરમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તેમને ગદ્દાર કહૃાા હતા, જેના પછી વિવાદ થયો હતો.

સૂત્રોના જણાવ્યાનુસાર, વિપક્ષ નેતાઓએ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી છે. જો વિપક્ષને સંસદમાં બોલવાની મંજૂરી નહીં મળે તો તે અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે.

સૂત્રોના જણાવ્યાનુસાર, વિપક્ષનો દાવો છે કે રાહુલ ગાંધી સાંસદોના સસ્પેન્શન અને મહિલા સાંસદો પરના આરોપો પર લોકસભામાં બોલવા માંગતા હતા. તે બોલવાની મંજૂરી માંગી રહૃાા હતા.

વિપક્ષી સાંસદોએ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા સામે પણ કાર્યવાહીની માંગ કરી છે. કોંગ્રેસના સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ કાર્યવાહીની માંગ કરતા કહૃાું કે, 'મુખ્યમંત્રી તરીકે હિમંતા બિસ્વા શર્મા આવા વીડિયો બનાવે છે, જેને આસામ ભાજપ પોસ્ટ કરે છે અને તેને ડિલીટ કરાવી દે છે. વડાપ્રધાન, ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ.'

પ્રમોદ તિવારીએ કહ્યું કે, અવિશ્વાસ પ્રસ્તાવ જયારે આવશે ત્યારે ખબર પડી જશે. તો ભાજપના સાંસદે કહ્યું કે, કોઈપણ પ્રસ્તાવથી કોઈ ફરક પડતો નથી નિશિકાંત દુબેએ કહ્યું કે વિપક્ષ ફકત મીડિયામાં રહેવા માંગે છે. શશિ થરૂરે કહ્યું કે, સરકાર પોતે નથી ઈચ્છતી કે સંસદ ચાલે.

અહેવાલો મુજબ રાજયસભામાંથી પણ વિપક્ષે વોકઆઉટ કર્યું છે. રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેને ગૃહમાં બોલવાની મંજૂરી ન મળતા વિપક્ષે વોકઆઉટ કર્યું છે. મોડેથી મળતા અહેવાલો મુજબ અવિશ્વાસની દરખાસ્ત લાવવા માટે ૨૦ દિવસ પહેલા નોટીસ આપવી જરૂરી હોવાથી વિપક્ષની અવિશ્વાસની દરખાસ્ત બજેટસત્રના બીજા તબકકામાં આવી શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh