Advertisement
Author: નોબત સમાચાર

કિશન રાઠોડને ઢીંક મારનાર ગાય દબોચાઈઃ મનપાની ટીમે દોરડેથી બાંધી ડબ્બે પૂરી

ગઈકાલે હડફેટે ચડેલા યુવાનની હાલત સુધારા પરઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા કિશનભાઈ રાઠોડ નામના ૩૭ વર્ષના યુવાનને ઢીંકે ચડાવનાર ગાયને મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ વિભાગની ટીમે શોધી કાઢ્યા પછી પકડી પાડવામાં આવી છે, અને તેને ઢોરના ડબ્બામાં મોકલી દેવામાં આવી છે.

નવાગામ ઘેડ વિસ્તારમાં ગઈકાલે બપોરે ૧ર વાગ્યાના અરસામાં કિશન રાઠોડ નામના યુવકને ગાય દ્વારા ઢીંકે ચડાવી હડફેટમાં લેવાયા પછી ૧૦૮ ની ટૂકડી દોડી ગઈ હતી, અને ઈજાગ્રસ્તને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં પહોંચાડી દેવાયા હતાં, જ્યાં સઘન સારવાર મળી ગઈ હોવાથી તેઓની હાલત સુધારા પર છે અને સ્વસ્થ છે.

આ બનાવ પછી લોકોના ટોળાએ એકત્ર થઈને મહાનગરપાલિકાની ટૂકડીને પણ જાણ કરી હતી, જેથી સોલીડવેસ્ટ શાખાની ટૂકડી દોડતી થઈ હતી, અને સાંજે ચાર વાગ્યાના અરસામાં નવાગામ ઘેડના એક ચોકમાંથી ગાયને શોધી કાઢી હતી, અને તેને દોરડેથી બાંધી વાહન મારફતે રણજીતસાગર વિસ્તારમાં આવેલા ઢોરના ડબામાં પહોંચાડી દેવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh