Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યજમાનવૃત્તિ પર પ્રતિબંધ મુદ્દે
ઓખા તા. ૧૯: ઓખા મંડળના બેટ દ્વારકામાં યજમાનવૃત્તિ ઉપર પ્રતિબંધના મુદ્દે તિર્થ પુરોહિતો દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શિત કરાયો હતો. જો કે, ટ્રસ્ટીઓએ જણાવ્યા મુજબ વ્યવસ્થાના ભાગરૂપે નિયમો બનાવ્યા છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં પેઢીઓથી યજમાનવૃત્તિ કરતા ગુગળી બ્રાહ્મણો અને મંદિરના ટ્રસ્ટીઓ વચ્ચે વિવાદ ઊભો થયો છે. છેલ્લા ૨૬ દિવસથી મંદિરમાં યજમાનો સાથે પ્રવેશ નહીં મળતા રોષે ભરાયેલા ૫૦થી વધુ તિર્થ પુરોહિતોએ હાથ ઉપર કાળી પટ્ટી ધારણ કરી મંત્રોચ્ચાર સાથે પ્રદર્શન કર્યું હતું. બ્રાહ્મણોએ આક્ષેપ કર્યો છે કે ટ્રસ્ટના મનસ્વી નિર્ણયોના કારણે તેઓની આજીવિકા જોખમમાં મુકાવી અને પોતાની પેઢીઓ દર પેઢીઓનો અધિકાર છીનવાયો છે. બ્રાહ્મણોના જણાવ્યા મુજબ બેટ દ્વારકા મંદિરોમાં તેમનો ૪૦ ટકા બંધારણીય અધિકાર છે. તેઓ વર્ષોથી યાત્રિકોને ભગવાનનું મહત્ત્વ સમજાવી દર્શન કરાવે છે. તેના બદલામાં યાત્રિકો સ્વેચ્છાએ દક્ષિણા આપે છે.
બીજી તરફ બેટ દ્વારકાધીશ મંદિરના ટ્રસ્ટી પ્રમોદરાય ઉમીયાશંકર ભટ્ટએ આ વિવાદ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે ટ્રસ્ટ દ્વારા બ્રાહ્મણોની યજમાનવૃત્તિ ઉપર કોઈ પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી. એસ.પી.ની સૂચના મુજબ મંદિર પરિસર નાનુ હોવાથી અને મોટી સંખ્યામાં યાત્રિકો આવતા હોવાથી અકસ્માત ટાળવા માટે નિકાસ દ્વારથી પ્રવેશ બંધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial