Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બપોરે ગરમી અને રાત્રિના ઠંડક વચ્ચે
જામનગર તા. ૧રઃ જામનગરમાં હાલ ઠંડી અને ગરમીભરી બેવડી ઋતુની અનુભૂતિ પ્રજાજનો કરી રહ્યા છે. છેલ્લા ચોવીસ કલાકમાં અડધા ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન ૧૭ ડીગ્રી નોંધાયું હતું.
જામનગરમાં શિયાળાની વિદાય વચ્ચે ધીમે ધીમે ઉનાળાનું આગમન થઈ રહ્યું છે. ઋતુઓના આ સંક્રાંતિકાળમાં પ્રજાજનો બપોરે ગરમી તો રાત્રે ઠંડકનો અનુભવ કરી રહ્યા છે. બેવડી ઋતુના પગલે રોગાળા પણ વધારો થયો છે. શરદી-તાવ-ઉધરસના કેસ હોસ્પિટલો તથા દવાખાનાઓમાં વધુ નોંધાઈ રહ્યા છે.
જામનગરમાં ગુરુવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન ૧૭ ડીગ્રી નોંધાયું હતું, જ્યારે મહત્તમ તાપમાન ૩૦.પ ડીગ્રીએ અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮ર ટકાએ સ્થિર રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ રપ થી ૩૦ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial