Advertisement
Author: નોબત સમાચાર

સોસાયટીના સભાસદને ચેક પરતના કેસમાં એક વર્ષની કેદ અને કરાયો દંડ

મોટા ઈટાળાના આસામી સામે સજાનું વોરંટ ઈસ્યુઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગરની એક સોસાયટીના સભાસદ સામે રૂ.૧૩૭૦૭૦ની રકમના ચેક પરતની ફરિયાદ કોર્ટમાં કરાઈ હતી. અદાલતે આરોપીને એક વર્ષની કેદ અને ચેક મુજબની રકમનો દંડ ફટકાર્યાે છે.

જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદ અને ધ્રોલ તાલુકાના મોટા ઈટાળા ગામના રહેવાસી બ્રિજેશ રમેશભાઈ સોરઠીયાએ સોસાયટીમાંથી લોન લીધી હતી. તે લોન ભરપાઈ માટે ચેક આપ્યો હતો. તે ચેક પરત ફર્યાે હતો.

ત્યારપછી બ્રિજેશ સોરઠીયાને નોટીસ અપાઈ હોવા છતાં તેણે લેણું ભરપાઈ ન કરતા તેની સામે  નેગો. ઈન્સ્ટ્રુ. એક્ટ-૧૩૮ હેઠળ કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે તેને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદ અને રૂ.૧૩૭૦૭૦નો દંડ ફટકાર્યાે છે. સજાના હુકમ સમયે આરોપી હાજર ન હોવાથી તેની સામે વોરંટ કાઢવામાં આવ્યું છે. ફરિયાદી તરફથી વકીલ મિતેશ પટેલ, મણીલાલ કાલસરીયા, ગૌરાંગ મુંજપરા, એચ.એમ. ધામેલીયા, જયદીપસિંહ જાડેજા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh