Advertisement
Author: નોબત સમાચાર

ભગવાન જગન્નાથના ૧૨ દિવસીય મહોત્સવની આવતીકાલે પૂર્ણાહુતિ થશે

જગન્નાથ કલ્ચરલ એસોસિએશન દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગરના જગન્નાથ કલ્ચરલ એસો. દ્વારા જગન્નાથ મંદિર (સિદ્ધનાથ સોસાયટી) માં તા. ૨૭ જૂન થી તા. ૮ જુલાઈ સુધી અલગ-અલગ જગન્નાથપુરી મંદિરની જેમ જ ઉત્સવ ઉજવવામાં આવે છે. જેમાં આજે સોમવારે સાંજે અધરપન્ના રસમ, સંધ્યા આરતી, નૃત્ય, ગરબા, અનુપ્રસાદમ્, તા. ૮ ના સાંજે ૪ વાગ્યે નિજ મંદિરમાં ભગવાન જગન્નાથ, સુભદ્રાદેવી, બલભદ્રજીના વિગ્રહ સ્થાપિત પરંપરા વિધિથી કરવામાં આવશે. આરતી-કીર્તન-ભજન, પ્રસાદ પછી ૧૨ દિવસના કાર્યક્રમ પૂર્ણાહુતિ ની થશે. જેમાં પ્રમુખ શ્રીમંતકુમાર પાલ, શશીકુમાર શેટી, ઉપપ્રમુખ ભગવાન પટનાયક, મંત્રી, ગંગાધર સ્વાઈન સહમંત્રી, રજન પંડા, ખજાનચી, રંજન જેના, ઉપેન્દ્ર ભંજદેઓ તેમજ પૂજારી-માતાજીઓ તેમજ અન્ય દાતાઓના સહયોગથી આ કાર્ય સંપન્ન થવા જઈ રહ્યું છે. બે દિવસ રાત્રે કથ્થક નૃત્યકાર રાજેશ્રી સોઢાના શિષ્ય-નૃત્યકાર ભાવનાબેન સોઢાએ કથ્થક ઓડીસી નૃત્યનો લોકોને લાભ આપ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh