Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૪-૭-૨૦૨૫ ના રોજ સવારે ૧૦ કલાકે....
અમેરિકા સાથે ટ્રેડ ડિલ મામલે ફરી અનિશ્ચિતતા છતાં ચોમાસાની સારી પ્રગતિએ આજે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થઇ હતી પરંતુ ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા શેરબજાર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું હતું. ભારત અને અમેરિકા વચ્ચે થનારી ટ્રેડ ડિલ માટે બન્ને દેશો વચ્ચે કૃષિ સહિતના કેટલાક ક્ષેત્રો મામલે સહમતી ન હોવાના અને આ ડિલ પાર પડશે કે નહિ એની અનિશ્ચિતતાને લઈ ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતીએ શેરોમાં ઈન્ડેક્સ બેઝડ નરમાઈ રહી હતી.
ટ્રમ્પની ટ્રેડ ડિલ કેવી હશે અને ભારત પર ૨૬% જેટલી ટેરિફ લાદવામાં આવી શકે છે એવા અહેવાલ વચ્ચે અનિશ્ચિતતા અને ઈરાને તેના ત્રણ પરમાણું મથકો પર અમેરિકાએ નષ્ટ કર્યાના દાવાના ફગાવી દેતાં અને ઈરાન ટૂંક સમયમાં ન્યુક્લિયર બોમ્બ બનાવી લેશે એવા અહેવાલોએ બજારમાં ઘટાડાનો માહોલ જોવા મળ્યો હતો.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૨૪%ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૮૩% અને નેસ્ડેક ૧.૦૨% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૬% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૧% ઘટીને ટ્રેડ થઇ રહ્યા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૬૫૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૪૦ અને વધનારની સંખ્યા ૯૭૩ રહી હતી, ૧૪૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
કોમોડિટી...
એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓગસ્ટ ગોલ્ડ રૂા.૯૬૭૩૫ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂા.૯૬૯૪૯ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂા.૯૬૭૩૫ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૫૫ પોઈન્ટના ઉછાળા સાથે રૂા.૯૬૮૩૭ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સપ્ટેમ્બર સિલ્વર રૂા.૧,૦૭,૮૩૬ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂા.૧,૦૭,૧૧૯ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂા.૧,૦૭,૮૩૬ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૩૧૬ પોઈન્ટના ઘટાડા સાથે રૂ. ૧,૦૭,૯૧૬ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
સેક્ટર મુવમેન્ટ... ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર કંઝ્યુમર ડિસ્ક્રીશનરી, ઓટો, મેટલ, ફોકસ્ડ આઈટી, આઈટી, હેલ્થકેર અને યુટિલિટી સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.
બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, હિન્દુસ્તાન યુનીલીવર, એચડીએફસી બેન્ક, કોટક બેન્ક, ભારતી એરટેલ અને અદાણી પોર્ટસ જેવા શેરો ૨.૦% થી ૦.૫% સુધીના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા, જયારે ટ્રેન્ટ લિ., ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, મારુતિ સુઝુકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એશિયન પેઈન્ટ્સ અને ટાટા મોટર્સ જેવા શેરો ૮.૦% થી ૦.૧૫% સુધીના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.
સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....
એસીસી લિ. (૧૯૫૫) : સિમેન્ટ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ. ૧૯૩૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ. ૧૯૧૯ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ. ૧૯૭૩ થી રૂ. ૧૯૮૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ. ૧૯૯૪ ઉપર તેજી તરફી ધ્યાન...!!
હેવલ્સ ઇન્ડિયા (૧૫૭૮) : કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક સેક્ટરના આ સ્ટોક રૂ. ૧૫૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ. ૧૫૪૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ. ૧૫૯૪ થી રૂ. ૧૬૦૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!
અદાણી ગ્રીન (૧૦૦૪) : રૂ. ૯૮૪ નો પ્રથમ તેમજ રૂ. ૯૭૦ બીજા સપોર્ટથી પાવર જનરેશન સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ. ૧૦૩૪ થી રૂ. ૧૦૪૦ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે...!!
એસબીઆઈ કાર્ડ્સ (૯૧૩) : નોન બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ. ૯૩૪ થી રૂ. ૯૪૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ. ૮૮૫ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!
બજારની ભાવિ દિશા.... મિત્રો, વૈશ્વિક સ્તરે અનપ્રેડિકટેબલ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફનું શસ્ત્ર ઊગામતા રહી વૈશ્વિક બજારોમાં ઉથલપાથલ સર્જી રહ્યા છે. ટેરિફવોરને કારણે વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતાનું વાતાવરણ છે. પરંતુ આ વાતાવરણમાં ભારતીય અર્થતંત્ર મજબૂતાઈ બતાવી રહ્યું છે. ભારતના ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રો સાથે સંબંધિત ઘણા સૂચકાંકો સારી ગતિથી વધી રહ્યા છે, જો કે વૈશ્વિક અર્થતંત્રનું ચિત્ર હજુ પણ અસ્પષ્ટ છે કારણ કે સમગ્ર વિશ્વમાં નીતિગત ફેરફારો થઈ રહ્યા છે અને ઘણા જોખમો હજુ પણ બાકી છે.
આરબીઆઈ દ્વારા સિસ્ટમમાં લિક્વિડિટી વધારવાની અને એના થકી ધિરાણ વૃદ્વિને મહત્વ આપીને લેવાયેલા નિર્ણયોથી બજારમાં પણ તેજીને વેગ મળતો જોવાયો છે. સાથે દેશમાં ફુગાવામાં ઘણી રાહત મળી છે અને તે ૨૦૨૫-૨૬માં નિર્ધારિત લક્ષ્યની આસપાસ રહી શકે છે. આ વર્ષે રવિ પાક સારો રહેવાની અને સામાન્ય કરતાં સારા ચોમાસાની અપેક્ષા છતાં હજુ વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાનો દોર કાયમ રહેવાની શકયતાએ આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડી સાથે દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.