Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૭-૨૦૨૫ ના રોજ સવારે ૧૦ કલાકે.... અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી દિવસોમાં જે તે દેશો પર લાગુ થનારા ટેરિફ જાહેર કરનાર હોઈ એના પર વિશ્વની નજર વચ્ચે આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે વૈશ્વિક બજારોમાં નરમાઈ સાથે ભારતીય શેરબજારની શરૂઆત ઉછાળા સાથે હતી. ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડિલ ફાઈનલ થઈ ગઈ હોવાના અને ભારત કૃષિ અને ડેરી ક્ષેત્રે આયાત અંકુશો દૂર નહીં કરવા મક્કમ હોવાના અહેવાલ સાથે ભારતની તરફેણમાં ડિલ રહેવાની અને ભારતની અમેરિકામાં નિકાસો આગામી દિવસોમાં બમણી થવાની અપેક્ષાના અહેવાલ વચ્ચે ભારતીય શેરબજારમાં આજે બે તરફી અફડાતફડીનો માહોલ રહ્યો હતો.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૦૭%ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૭૯% અને નેસ્ડેક ૦.૯૨% ઘટીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૭% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૭૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૨૩ અને વધનારની સંખ્યા ૧૬૯૫ રહી હતી, ૧૬૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
કોમોડિટી...
એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓગસ્ટ ગોલ્ડ રૂ.૯૭૧૭૨ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૯૭૧૮૩ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૭૦૬૯ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૬૦ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૯૭૧૧૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સપ્ટેમ્બર સિલ્વર રૂ.૧,૦૮,૪૯૮ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૦૮,૫૫૭ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૦૮,૩૭૫ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૧૨ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૧,૦૮,૪૩૩ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
સેક્ટર મુવમેન્ટ... ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ટેક, ટેલિકોમ્યુનિકેશન, આઈટી, ફોકસ્ડ આઈટી અને હેલ્થકેર સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.
બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં કોટક બેન્ક, ભારત ઇલેક્ટ્રોનિક, ટાટા મોટર્સ, એનટીપીસી લિ., અદાણી પોર્ટસ, એશિયન પેઈન્ટ્સ, ટેક મહિન્દ્રા અને સ્ટેટ બેન્ક જેવા શેરો ૩.૫% થી ૦.૩૦% સુધીના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા, જયારે ટાઈટન લિ., મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ભારતી એરટેલ, સન ફાર્મા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, મારુતિ સુઝુકી અને એક્સીસ બેન્ક જેવા શેરો ૫.૦% થી ૦.૨૦% સુધીના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.
સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....
એસીસી લિ. (૧૯૬૩) : સિમેન્ટ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૪૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૯૩૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૭૮ થી રૂ.૧૯૮૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.૧૯૯૦ ઉપર તેજી તરફી ધ્યાન...!!
ઝાયડસ લાઈફસાયન્સીસ (૯૮૪) : ફાર્મા સેક્ટરના આ સ્ટોક રૂ.૯૭૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૯૫૫ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૯૭ થી રૂ.૧૦૦૮ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!
ટાટા ટેકનોલોજી (૭૦૭) : રૂ.૬૭૬ નો પ્રથમ તેમજ રૂ.૬૭૦ બીજા સપોર્ટથી આઈટી ઇનેબલ્ડ સર્વિસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૭૨૩ થી રૂ.૭૩૦ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે...!!
એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ ( ૬૦૮) : હાઉસિંગ ફાઈનાન્સ કંપની સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૬૨૩ થી રૂ.૬૩૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ.૫૭૫ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!
બજારની ભાવિ દિશા.... મિત્રો, વિશ્વ એક તરફ ઈરાન-ઈઝરાયેલ યુદ્વ વિરામથી રાહતનો શ્વાસ લઈ રહ્યું હતું અને રશીયા-યુક્રેન મામલો થાળે પડવાની અપેક્ષા હતી, પરંતુ રશીયાના યુક્રેન પર વધતાં હુમલા અને ગાઝામાં ઈઝરાયેલની યુદ્વ કાર્યવાહી ચાલુ રહેતાં અને હવે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને રશીયાની માન્યતા મળતાં અને ચાઈનાના સમર્થનના અહેવાલોએ અમેરિકાની ટ્રમ્પ સરકાર પરની ભીંસ વધારવાના પ્રયાસોને જોતાં ફરી યુદ્વનું ટેન્શન વધવાનું જોખમ છે. આ સામે ટ્રમ્પની ટેરિફનું શસ્ત્ર અવારનાવર ઉગામતા રહીને દેશોને ટ્રેડ ડિલ કરવા મજબૂર કરવાની નીતિથી સાથે અમેરિકાની ચાઈના સાથે ટ્રેડ ડિલ છતાં વિયેતનામ સાથે ડિલ અને રશીયા, ચાઈના અને ઈરાન સહિતના દેશો એકછત્ર હેઠળ આવતાં હોવાને જોતાં અને ભારત પણ કૂટનીતિમાં આ દેશો માટે સોફ્ટ કોર્નર રાખીને અમેરિકા પરની ભીંસ વધારવાના પ્રયાસ કરી શકે છે.
આ બદલાતાં સમીકરણો વચ્ચે અમેરિકા માટે ભારતનું મહત્વ વધી જવાની અને અમેરિકાની ભારત પર ટ્રેડ ડિલમાં કૃષિ અને ડેરી જેવા ક્ષેત્રોને અમેરિકા માટે ખોલવાની દબાણની નીતિ અમેરિકા છોડી શકે છે. જેને જોતાં ટ્રેડ ડિલમાં ભારતનો હાથ ઉપર રહેવાની એક શકયતા આગામી સપ્તાહમાં ફળીભૂત થવાના સંજોગોમાં બજારમાં તેજીનો દોર આગળ વધવાની શકયતા રહેશે. ૯, જુલાઈની ટ્રેડ ડિલની ડેડલાઈનને લઈ આગામી સપ્તાહમાં ભારત-અમેરિકા વચ્ચે ડિલ જાહેર થવા પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારની નજર રહેશે. ચોમાસાની દેશમાં સારી પ્રગતિ જોતાં અને કોર્પોરેટ ઈન્ડિયાની જૂન ૨૦૨૫ના અંતના ત્રિમાસિકની કામગીરી જાહેર થનાર હોઈ આગામી દિવસોમાં બજાર સ્ટોક સ્પેસિફ કિ ચાલ સાથે ઈન્ડેક્સ બેઝડ અફડાતફડી બતાવી શકે છે.