Advertisement
Author: નોબત સમાચાર

લાલ પરિવાર આયોજીત કેમ્પમાં ૧૩૮ દાતાઓએ કર્યુ રકતદાનઃ મહાનુભાવો જોડાયા

કેદાર (માધવ) લાલની જન્મતિથિએ યોજાયેલા

                                                                                                                                                                                                      

જામનગર તા.૧૨: જામનગરમાં લાલ પરિવાર આયોજીત કેમ્પમાં ૧૩૮ નાગરિકોએ સ્વૈચ્છિક રકતદાન કર્યુ હતું. કેદાર (માધવ) લાલની જન્મતિથિએ યોજાયેલા માનવ સેવાના યજ્ઞમાં રકતદાતાઓ સ્વયંભૂ ઉમટી પડયા હતાં. આગેવાનો-કાર્યકરો- પત્રકારો પણ પ્રોત્સાહન આપવા ઉપસ્થિત રહ્યા હતાં.

ગુજરાત રાજયના પૂર્વ મંત્રી શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ)ના પારિવારિક ટ્રસ્ટો શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ (કદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા કેદાર (માધવ) જીતેન્દ્ર લાલની જન્મતિથિએ આયોજીત કરાયેલા કેમ્પમાં ૧૩૮ રકતદાતાઓએ સ્વૈચ્છીક રકતદાન કરી માનવ સેવાના કાર્યમાં સ્વૈચ્છિક આહુતિ આપી હતી.

જામનગર શહેરમાં સામાજિક - શૈક્ષણિક - પર્યાવરણ - આરોગ્ય અને માનવસેવાના કાર્યો માટે સતત કાર્યરત શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) અને કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા શહેરમાં સમયાંતરે વિવિધ સેવાકિય પ્રવૃતિઓ સાથે રકતદાન યજ્ઞનું પણ આયોજન કરીને માનવસેવાની જયોત પ્રજજવલિત રાખવામાં આવે છે.

શહેરના ઓશવાળ સેન્ટર સ્થિત કેશવ સ્પોટર્સ સેન્ટરમાં યોજાયેલા આ રકતદાન કેમ્પના પ્રારંભે ઉપસ્થિત અગ્રણી - કાર્યકરોના હસ્તે આયોજક સંસ્થા શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રી જીતેન્દ્ર એચ.લાલ (જીતુ લાલ) અને ક્રિષ્નરાજ લાલની ઉપસ્થિતિમાં દિપ પ્રાગ્ટય કરવામાં આવ્યું હતું.

સામાજીક સ્વૈચ્છીક આ માનવ સેવાના અવસરે શહેરના વેપાર-ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ સંસ્થાઓના પદાધિકારીઓ, રાજકિય આગેવાનો, જુદા-જુદા વિસ્તારના આગેવાનો-કાર્યકરો તબીબો વકીલો અને પત્રકારો પણ રકતદાતાઓને પ્રોત્સાહિત કરવા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં. ઉપસ્થિત સૌને આયોજક સંસ્થાઓના ટ્રસ્ટી શ્રી જીતુભાઈ લાલ અને ક્રિષ્નરાજભાઈ લાલે આવકારીને આભારની લાગણી દર્શાવી હતી. આ રકતદાન કેમ્પમાં શહેરની જી.જી.જી.હોસ્પિટલની રકતદાન બેંકના કર્મચારી ભાઈ-બહેનોએ સેવા આપી હતી અને એકત્ર થયેલું ૧૩૮ બોટલ રકત જી.જી.જી.હોસ્પિટલમાં જમા કરાવવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh