Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કન્યા સહિત બે રાશિના જાતકોને યશ-પદ-ધનમાં વૃદ્ધિ જણાય. કાર્યક્ષેત્રે પ્રગતિ જણાય
Aries (મેષ: અ-લ-ઈ)
દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. મિત્રવર્ગનો સાથ-સહકાર મળી રહે.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૫-૨
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. ધંધામાં આકસ્મિક લાભ થાય.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૩-૯
Gemini (મિથુન: ક-છ-ધ)
આપે રાજકિય-સરકારી કામમાં, ખાતાકિય કામમાં સંભાળવું પડે. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાભીડ જણાય.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૭
Cancer (કર્ક: ડ-હ)
આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. મિલન-મુલાકાત થાય.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૩-૬
Leo (સિંહ: મ-ટ)
આપને કામકાજમાં સાનુકૂળતા મળી રહે. નાણાકિય રોકાણ-વ્યવહારના કામમાં સરળતા જણાય. આનંદ રહે.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૫-૮
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૧-૬
Libra (તુલા: ર-ત)
આપના કામમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાન-વાહનના કામમાં ઉતાવળ કરવી નહીં. ઉચાટ રહે.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૪-૮
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનનો સાથ-સહકાર મળે.
શુભ રંગઃ લવંડર - શુભ અંકઃ ૬-૯
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષાકરનાર વર્ગ મુશ્કેલી ઊભી કરે. મોસાળપક્ષ-સાસરીપક્ષના કામ અંગે દોડધામ રહે.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૫-૨
Capricorn (મકર: ખ-જ)
આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૧-૪
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપે તન-મન-ધન-વાહનથી સંભાળીને દિવસ પસાર કરી લેવો. પારિવારિક પ્રશ્ને ચિંતા રહે.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૫-૭
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
ધીરે ધીરે આપના કામમાં વ્યસ્ત થતા જાય. દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા રહે.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૮-૪