Advertisement
Author: નોબત સમાચાર

જિલ્લા ન્યાયાધિશોને બાર એસોસિએશનોમાં ૩૦ ટકા મહિલા કારોબારી સભ્યો નિમવાની સત્તા

સુપ્રિમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ નિર્ણયઃ ૧૪ હાઈકોર્ટોને નિર્દેશ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૪: બાર એસોસિએશનોમાં હવે મહિલાઓનું વર્ચસ્વ વધશે સુપ્રિમ કોર્ટે ૩૦% પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા જિલ્લા ન્યાયાધીશોને મોટી સત્તા આપી છે.

દેશની વિવિધ કોર્ટ અને બાર એસોસિએશનોમાં મહિલા વકીલોની ભાગીદારી વધારવા માટે સુપ્રિમ કોર્ટે આજે એક મોટું અને નિર્ણાયક પગલું ભર્યું છે.

સર્વોચ્ચ અદાલતે દેશભરના જિલ્લા ન્યાયાધીશોને વિશેષ સત્તા આપી છે કે તેઓ પોતાના અધિકારક્ષેત્રમાં આવતા બાર એસોસિએશનોની કારોબારી સમિતિઓમાં મહિલા સભ્યોની નિમણૂક કરી શકશે, જેથી ૩૦ ટકા મહિલા પ્રતિનિધિત્વનો લક્ષ્યાંક પૂરો કરી શકાય.

ઘણીવાર એવું જોવા મળે છે કે પૂરતી સંખ્યામાં મહિલા વકીલો ઉપલબ્ધ હોવા છતાં, કોઈ કારણોસર તેઓ ચૂંટણી લડી શકતી નથી. આવા સંજોગોમાં, સુપ્રિમ કોર્ટે જિલ્લા ન્યાયાધીશોને સત્તા આપી છે કે તેઓ લાયક મહિલા વકીલોનું સીધું નામાંકન કરી શકશે. સીજેઆઈ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમલ્યા બાગચીની બેન્ચે આ આદેશ આપતા જણાવ્યું હતું કે, મહિલાઓના હકોને માત્ર કાગળ પર નહીં પણ વાસ્તવિકતામાં અમલી બનાવવાની જરૂર છે. કોર્ટે નોંધ્યું હતું કે અત્યાર સુધી માત્ર ૧૧ હાઇકોર્ટે જ મહિલા પ્રતિનિધિત્વ અંગેના પાલન અહેવાલો દાખલ કર્યા છે. બાકીની ૧૪ હાઇકોર્ટને કડક શબ્દોમાં નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ તાત્કાલિક અસરથી તેમના કાર્યક્ષેત્રમાં આવતા તમામ એસોસિએશનોમાં આ આદેશનું પાલન કરાવે. આ નિયમ માત્ર જિલ્લા કોર્ટ પૂરતો નહીં, પરંતુ ટેક્સ બાર, રેરા, ડીઆરટી અને એનજીટી જેવા તમામ વિશિષ્ટ બાર એસોસિએશનોને પણ લાગુ પડશે.

સુનાવણી દરમિયાન સિનિયર એડવોકેટ જયના કોઠારીએ ધ્યાન દોર્યું હતું કે કેટલીક હાઇકોર્ટો દ્વારા આપવામાં આવેલા અહેવાલો ખૂબ જ ટૂંકા અને અસ્પષ્ટ (સ્કેચી) હતા. આ બાબતને ગંભીરતાથી લઈને સુપ્રિમ કોર્ટે હવે સીધા જ જિલ્લા ન્યાયાધીશોને જવાબદારી સોંપી છે કે તેઓ મહિલા સભ્યોની નિમણૂક કરીને રજિસ્ટ્રાર જનરલ મારફતે સુપ્રિમ કોર્ટને ડેટા મોકલે.

આ ઐતિહાસિક નિર્ણયથી કાનૂની વ્યવસાયમાં મહિલાઓને નિર્ણાયક ભૂમિકામાં આવવાની તક મળશે અને બાર એસોસિએશનોમાં વર્ષોથી ચાલતા પુરૂષ પ્રભુત્વમાં મોટો ફેરફાર આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh