Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયામાં પોલીસ વિભાગ અને પાલિકા તંત્રને રજૂઆતઃ
ખંભાળિયા તા. ૧૩: ખંભાળિયા શહેર જિલ્લાનું વડું મથક બની જતાં રોજ બહારગામથી આવતા લોકોને લીધે ખૂબ જ ટ્રાફિક રહેતો હોય ત્યારે આ સમસ્યાને હળવી બનાવવા માટેના સુચનો મુદઓ અંગે શહેરના અગ્રણી તથા પત્રકાર હિતેન્દ્ર આચાર્ય દ્વારા પોલીસ વિભાગ અને પાલિકાને રજૂઆત કરાઈ છે.
શહેરમાં દરરોજ ટ્રાફિક જામ નગર ગેઈટથી મુખ્ય બજારના રસ્તા પર થાય છે. ખરેખર વર્ષો પહેલા આ રસ્તો વનવે બજાર તરફ જવા અને ત્યાંથી લુહારશાળ બરછા સ્ટ્રીટ થઈને નગર ગેઈટ આવવાનો નિયત થયેલો તેનો અમલના થતાં રોજ ટ્રાફિક જામ થાય છે. અહીં વન વેનો કડક અમલ કરવો જરૂરી છે.
નગર ગેઈટથી જોધપુર ગેઈટ અનેક બેંકો, દુકાનો આવેલી હોય ત્યાં વનવેમાં વાહન ચાલકો ઘુસતા તથા આડેધડ પાર્કિંગ ફોર વ્હીલર થતાં પરેશાની થાય છે તે અંગે પગલા લેવા.
શહેરમાં મેઈન બજાર સ્ટેટબેંક પાસે વિશાળ પાર્કિંગ છે ત્યાં વ્યવસ્થિત વાહનો પાર્કિંગ થાય તે માટે તંત્રોએ વ્યવસ્થા ગોઠવવી, રોજ દિવસમાં પોલીસ દ્વારા રાઉન્ડ મારવાની વ્યવસ્થા કરીને આડેધડ ટ્રાફિક વાહનો સામે પગલા લેવા જોઈએ. અગાઉ વાહનોને લોક કરવા ટોઈંગ કરાતા તે હવે નથી થતું. વાહનો ગમે ત્યાં મુકી ચાલકો જતાં રહેતા હોય આવા વાહન ચાલકો સામે પગલા લેવા માંગણી કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial