Advertisement
Author: નોબત સમાચાર

રશિયા અને ચીન ખુલ્લેઆમ ઈરાનની પડખે

હવે યુએનએસસીની બેઠકમાં તીખી ચર્ચાઓ થઈ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૩: યુએનએસસીની બેઠક દરમિયાન ખૂલીને ઈરાનની પડખે રશિયા અને ચીન આવ્યા છે. યુએનમાં પણ અમેરિકા સામે જોરદાર જંગ જોવા મળી રહ્યો છે.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને અમેરિકા અને તેના પશ્ચિમી સહયોગી દેશો તેમજ રશિયા અને ચીન વચ્ચે તીખી ચર્ચાઓ થઈ હતી. આ મહિનાની અધ્યક્ષતા કરી રહેલા અમેરિકાએ લગભગ બે અઠવાડિયા પહેલા ઈરાન સામે શરૂ કરેલા યુદ્ધને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો.

અમેરિકાનું કહેવું છે કે, મધ્ય પૂર્વમાં શાંતિ માટે ઈરાનને પરમાણુ હથિયાર બનાવતા રોકવું અત્યંત જરૂરી છે અને આ જ કારણોસર સૈન્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. બેઠક દરમિયાન ઈરાન પરના પ્રતિબંધોની દેખરેખ રાખતી '૧૭૩૭ કમિટી'ની ચર્ચા અટકાવવા રશિયા અને ચીને પ્રયાસો કર્યા હતાં, પરંતુ મતદાનમાં તેમને સફળતા મળી નહોતી. કુલ ૧પ સભ્યોમાંથી ૧૧ દેશોએ ચર્ચા ચાલુ રાખવાની તરફેણમાં મતદાન કર્યું હતું, જ્યારે રશિયા અને ચીને વિરોધ કર્યો હતો.

અમેરિકાના પ્રતિનિધિ માઈક વોલ્ટ્ઝે આક્ષેપ કર્યો હતો કે રશિયા અને ચીન ઈરાનને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે તમામ સભ્ય દેશોને ઈરાન પર હથિયાર પ્રતિબંધ લાદવા અને મિસાઈલ ટેકનોલોજીના વેપાર પ રોક લગાવવા અપીલ કરી હતી.

બીજી તરફ રશિયા અને ચીને આ મામલે અમેરિકાના વલણની સખત ટીકા કરી હતી. રશિયાના રાજદૂત વાસિલી નેબેન્ઝિયાએ દલીલ કરી હતી કે અમેરિકા કારણ વગર ભયનો માહોલ ઊભો કરી રહ્યું છે, કારણ કે આંતરરાષ્ટ્રીય પરમાણુ એજન્સીના અહેવાલોમાં ઈરાન દ્વારા પરમાણુ શસ્ત્રો બનાવવામાં આવતા હોવાના કોઈ પુરાવા મળ્યા નથી.

ચીનના પ્રતિનિધિ કૂ કાંગે પણ વોશિંગ્ટનને આ સંકટ માટે જવાબદાર ગણાવતા કહ્યું કે, મૃત્સદીગીરીના સ્થાને સૈન્ય બળનો ઉપયોગ કરવાને લીધે શાંતિ મંત્રણાના પ્રયાસો ખોરવાય છે, જો કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો પક્ષ મજબૂત રાખતા ફરી જણાવ્યું હતું કે, જો ઈરાન પરમાણુ મનસુબામાં સફળ થશે તો તે સમગ્ર વિશ્વની સુરક્ષા માટે મોટું સંકટ સાબિત થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh