Advertisement
Author: નોબત સમાચાર

હોળીના તહેવારોમાં રેલવે દ્વારા વધારાની ટ્રેન દોડાવાશે

મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: તહેવારો દરમિયાન મુસાફરોની સુવિધા અને સરળ આવાગમન માટે અને ખાસ કરીને હોળીના તહેવારોમાં થનારી સંભવિત ભીડને ધ્યાને લઈ રેલવેએ ર૩૧ હોલી ડે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવનાર છે. આ ટ્રેનો ૧ થી રર માર્ચ સુધી દોડાવવામાં આવનાર છે. ખાસ કરીને બિહાર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન વિગેરે સભ્યો માટે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.

પશ્ચિમ રેલવેમાં મુખ્ય જન સંપર્ક અધિકારી વિનિત અભિષેકના જણાવ્યા મુજબ વધારાની ટ્રેનો ઉપરાંત નિયમિત દોડતી ટ્રેનોમાં વધારાના કોચ પણ જોડવામાં આવશે. ઉપરાંત સ્ટેશનો ઉપર થનારી ભીડ માટે પણ આયોજન કરાયું છે. ખાસ કરીને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબુત બનાવવામાં આવશે. સંવેદનશીલ રેલવે સ્ટેશનો ઉપર જીઆરપી, આરપીએફ ઉપરાંત વરિષ્ઠ અધિકારીઓ તૈનાત કરાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh