Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્ષ ૨૦૨૨માં સગીરાને નસાડી ગયો હતોઃ
જામનગર તા. ૧૪: લાલપુરના પીપરટોડા ગામમાં ખેતમજૂરી માટે આવીને રહેતો મૂળ દાહોદનો એક શખ્સ વર્ષ ૨૦૨૨માં નજીકના એક ખેતરમાં મજૂરીકામ કરતા પરિવારની તેર વર્ષ અને એક મહિનાની વયવાળી પુત્રીને લગ્નની લાલચ આપી નસાડી ગયો હતો અને તેણી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ કેસ ચાલી જતા અદાલતે આરોપીને દસ વર્ષની સખત કેદની સજા અને કુલ રૂ।.૧૭ હજારનો દંડ ફટકાર્યાે છે.
લાલપુર તાલુકાના પીપરટોડા ગામમાં આવેલા એક ખેતરમાં મજૂરી માટે આવીને રહેતા દાહોદ જિલ્લાના વતની પરિવારની તેર વર્ષની પુત્રીનું વર્ષ ૨૦૨૨માં દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના વતની અને નજીકના એક ખેતરમાં મજૂરી કરતા કનુભાઈ ભવાનભાઈ બારીયા નામના શખ્સે અપહરણ કર્યું હતું.
આ સગીરાનો પરિવાર પોતાના વતનમાં ગયો તે પછી કનુ બારીયાએ તે સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરી લેવાનું કહી પોતાની સાથે નસાડી હતી. તેની જાણ વતનમાંથી પરત ફરેલા સગીરાના પરિવારને થયા પછી પોલીસમાં જે તે વખતે ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે તપાસમાં આરોપી કનુ ભવાનભાઈને તે સગીરા સાથે જામનગર-સમાણા ધોરીમાર્ગ પરથી પકડી પાડ્યો હતો અને આઈપીસી ૩૬૬, ૩૭૬ (ર) (એન) હેઠળ તેની ધરપકડ કરી હતી.
ઉપરોક્ત કેસ જામનગરની ખાસ પોક્સો અદાલતમાં ચાલવા પર આવતા સરકારી વકીલ તરફથી રજૂ થયેલી દલીલો, પુરાવાઓ ગ્રાહ્ય રાખી અદાલતે આરોપી કનુ ભવાનભાઈ બારીયાને તક્સીરવાન ઠરાવ્યા પછી આઈપીસી ૩૬૬ના ગુન્હામાં સાત વર્ષની સખત કેદ, રૂ।.૭ હજારનો દંડ, આઈપીસી ૩૭૬ (ર) (એન)ના ગુન્હામાં ૧૦ વર્ષની સખત કેદ અને રૂ।.૧૦ હજારનો દંડ ફટકાર્યાે છે. સરકાર તરફથી પીપી મુકેશ જાની રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial