Advertisement
Author: નોબત સમાચાર

જામનગર પંથકની સગીરા પર દુષ્કર્મના ગુન્હામાં પાંચ વર્ષની સખત કેદઃ દંડ

ભોગ બનનારને રૂ।. ૪ લાખના વળતરનો આદેશઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦:  જામનગરના ગ્રામ્ય પંથકમાં વસવાટ કરતી એક સગીરાને ફોટા વાયરલ કરવાની અને પરિવારને પતાવી દેવાની ધમકી આપી એક શખ્સે તેણી પર દુુષ્કર્મ ગુજાર્યું હતું. જેની ફરિયાદ થયા પછી ચાર્જશીટ કરવામાં આવ્યું હતું તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને પાંચ વર્ષની સખત કેદ અને રૂ।. દસ હજારનો દંડ ભરવા હૂકમ કર્યો છે.

જામનગરના ગ્રામ્ય પંથકમાં વસવાટ કરતા એક પરિવારની સગીર વયની પુત્રીને પ્રફુલ કાંતિલાલ જાદવ નામના શખ્સે પોતાના ઘરે બોલાવ્યા પછી તેણીના ફોટા વાયરલ કરવાની અને પરિવારના સભ્યોને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું હતું.

આ બાબતની સગીરાએ પોતાના પરિવારને જાણ કર્યા પછી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે આઈપીસી ૩૭૬ (૧), ૩૫૪ (એ) તથા પોકસો એકટની કલમ ૪, ૮ હેઠળ ગુન્હો નોંધી આરોપી પ્રફુલ કાંતિલાલ જાદવની ધરપકડ કરી હતી.

ઉપરોક્ત કેસ જામનગરની ખાસ પોકસો અદાલતમાં ચાલવા પર આવતા સરકાર પક્ષે ભોગ બનનાર તરૂણી, તબીબની જુબાની રજૂ કરવા ઉપરાંત બાવીસ દસ્તાવેજી પૂરાવાઓ પણ રજૂ કર્યા હતા. અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી પ્રફુલ કાંતિલાલ જાદવને તકસીર વાન ઠરાવી પોક્સો એકટના ગુન્હામાં પાંચ વર્ષની સખત કેદ તથા રૂ।. દસ હજારનો દંડ ફટકાર્યો છે. દંડ ભરવામાં ન આવે તો વધુ છ મહિનાની કેદ ફટકારાઈ છે. સરકાર તરફથી ડીજીપી જમનભાઈ ભંડેરી રોકાયા હતા. ભોગ બનનાર સગીરાને રૂ।. ૪ લાખ વળતર પેટે ચૂકવવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh