Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાગરિકોની લાંબા સમયથી ચાલતી સમસ્યાનો અંતઃ
દ્વારકા તા. ૧૮: દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના વસઈ ગામના જમીન રેકોર્ડ કોઈ કારણસર ડિજિટાઈઝ ન થઈ શકતા ગામના નાગરિકોને વિવિધ વહીવટી કામકાજમાં લાંબા સમયથી પારાવાર અગવડતાઓનો સામનો કરવો પડતો હતો, જેમાં નાગરિકોને જમીન માલિકીની જુની શરતોને નવી શરતોમાં રૂપાંતર, ખાતાધારકોને લોન લેવા, વેંચાણ કરાર સહિતના અનેક પ્રશ્નો સતાવતા હતાં. અંદાજીત રપ વર્ષ જુના જટિલ પ્રશ્નને જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્રના સઘન પ્રયાસોથી ફળશ્રુતિના પરિણામે વર્ષો જુની સમસ્યાઓનો ઉકેલ આવ્યો છે.
આ ઉપરાંત સુઓમોટો કરી ર૩ જેટલા સર્વે નંબરો નવી શરતમાંથી જુની શરતોમાં ફેરાવવામાં આવેલ હતાં. દ્વારકા તાલુકાના વસઈ ગામના ગામ નમૂના નં. ૬ (ભાગ નં. ૩) જેમાં નોંધ નં. ૯૭૧ થી ૧રપ૦ સુધીની નોંધો સમાવિષ્ટ હતી. તે એડી.ચીફ જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટ દ્વારકાના કોર્ટના હુકમ અનુસાર મામલતદાર કચેરી દ્વારકાને પરત કરવામાં આવી છે. આ રેકોર્ડ મામલતદાર કચેરી દ્વારા પ્રાપ્ત થતા વસઈ ગામના ગામ નમૂના નં. ૬ ના મેન્યુઅલ નોંધ નં. ૯૭૧ થી ૧રપ૦ નું સ્કેનીંગ કરી તેને ઓનલાઈન અપલોડ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. હવે આ ગામ નમૂના નં. (૬) ની નકલો ખાતેદારો જનસેવા કેન્દ્રમાંથી તેમજ સરકારના ઓનલાઈન પોર્ટલ પર નિયત ફી ચૂકવીને મેળવી શકશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial