Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલે એક ધાર્મિક જગ્યામાં પાડતોડ કરાઈઃ
જામનગર તા. ૬: જામનગરના કાલાવડનાકા બહારનો જર્જરિત બ્રિજના સ્થાને નવો બ્રિજ બનાવવા માટે જરૂરી પાડતોડ શરૂ કરવામાં આવી છે. ગઈકાલે એક ધાર્મિક સ્થળની મૂર્તિનું સ્થળાંતર કરી તે જગ્યામાં પાડતોડ કરવામાં આવી હતી.
ગઈકાલે અહિંના હનુમાનની ડેરીનું બાંધકામ તોડી પાડવા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. તેમાંની મૂર્તિને અન્ય સ્થળાંતર કરવામાં આવી છે, જ્યાં નવું મંદિર નિર્માણ થશે. હવે આગામી દિવસોમાં અન્ય કેટલીક મિલકતોનું બાંધકામ દૂર થશે અને જર્જરિત બ્રિજના સ્થાને નવા બ્રિજનો નિર્માણ કાર્યનો પ્રારંભ થશે.
સૌ પ્રથમ નવા બ્રિજ માટે ૧૦ પીલરો માટે પાયા નખાશે અને ફોર લેનના સ્લેબનું કામ ચારેક માસ પછી શરૂ થશે તેમ જાણવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial