Advertisement
Author: નોબત સમાચાર

નવાગામ ઘેડમાં યુવાન પર પાંચ શખ્સનો ઘાતક હુમલો ધોરીવાવમાં મહિલાને બે અજાણ્યા શખ્સ માર મારી પલાયન

કાલાવડના ઉમરાળામાં યુવાનને ધોકાવાયોઃ બેડીમાં યુવકને ચાર શખ્સે માર માર્યાે:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૫: જામનગરના બેડીના થરી વિસ્તારમાં મંગળવારે રાત્રે એક યુવાન પર પાંચ શખ્સ ઢીકાપાટુ, પાઈપ, છરી, મુંઠથી તૂટી પડ્યા હતા. જ્યારે ધોરીવાવ પાસે ગણેશનગરમાં એક મહિલાને બે અજાણ્યા શખ્સે કોઈ કારણથી ધોકા તથા પાટુથી માર માર્યાે હતો. ઉપરાંત કાલાવડના ઉમરાળામાં ભાણેજનું દારૂ બાબતે ખોટું નામ કેમ આપ્યું તેમ કહેવા ગયેલા મામા પર ચાર શખ્સે હુમલો કરી હાથ ભાંગી નાખ્યો હતો અને નવાગામ ઘેડમાં મિત્ર સાથે ઝઘડો ન કરતા તેમ કહેવા ગયેલા એક યુવાન પર પાંચ શખ્સ તૂટી પડ્યા હતા.

જામનગરના બેડી વિસ્તારમાં આવેલા થરી નજીક રહેતા અવેશ ઈકબાલ બશર નામના યુવાન મંગળવારે રાત્રે પોતાના ઘર પાસે હતા ત્યારે તેઓને રોકી શબુ ઈબ્રાહીમ સાંઘાણી, રમજુ ઈબ્રાહીમ સાંઘાણી, મજીદ ઈબ્રાહીમ, અશુ હુસેન ગોરી નામના ચાર શખ્સ અગાઉ ઘર પાસે બેસવા બાબતે કહેનાર અવેશને ગાળો ભાંડી ઝઘડો શરૂ કર્યાે હતો અને ઢીકાપાટુથી માર માર્યાે હતો. આ વેળાએ રમજુએ મુંઠથી મોઢા પર ઠોસો માર્યાે હતો. જ્યારે શબુ ઈબ્રાહીમે છરીથી હુમલો કરી આંખ પાસે ઈજા પહોંચાડી હતી.

આ વેળાએ ઈમ્તિયાઝ અસલમ ગોરી પણ આવી ગયો હતો. તેણે પાઈપથી હુમલો કરી અવેશના પગમાં ફટકા માર્યા હતા. આ બાબતની જાણ થતાં અવેશના પરિવારજનો દોડી આવ્યા હતા. તેઓએ ૧૦૮ને કોલ કરી અવેશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં તેના એક પગમાં ફ્રેકચર હોવાનું જાહેર થયું છે. બેડી મરીન પોલીસ સ્ટેશનમાં અવેશે પાંચેય હુમલાખોર સામે ફરિયાદ નોંધાવી છે.

જામનગર-સમાણા ધોરીમાર્ગ પર આવેલા ધોરીવાવ ગામમાં ગણેશનગર પાસે રહેતા ધીરલબેન લક્ષ્મણભાઈ રાઠોડ નામના મહિલા ગઈકાલે બપોરે પોતાના ઘર પાસે હતા ત્યારે ત્યાં ધસી આવેલા બે અજાણ્યા શખ્સે તેમના પર ધોકા તથા લાતો વડે હુમલો કરી માર માર્યાે હતો. માથાના ભાગે આ મહિલાને ફ્રેક્ચર થઈ ગયું છે. હુમલાખોરો નાસી ગયા હતા. આ અજાણ્યા શખ્સો સામે પંચકોશી બી ડિવિઝનમાં ધીરલબેને ફરિયાદ નોંધાવી છે.

કાલાવડ તાલુકાના ઉમરાળા ગામમાં રહેતા ભીખાભાઈ નારણભાઈ ખટાણાએ અગાઉ જામજોધપુરના કિશન ધાનાભાઈ કરોતરા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તે અગાઉ ભીખાભાઈના ભાણેજ મેહુલ પોલાભાઈનું પાટણવાવના પોલીસ મથકમાં કિશને દારૂ બાબતે  ખોટું નામ આપતા કિશનને તે વખતે ભીખાભાઈએ કહ્યું હતુ અને તે પછી ફરિયાદ કરી હતી.

આ બાબતનો ખાર રાખી સોમવારે બપોરે ઉમરાળા ગામમાં કાચા રસ્તા પરથી જઈ રહેલા ભીખાભાઈ પર મોટરમાં ધસી આવેલા કિશન ધાનાભાઈ તેમજ સીદસરના ગોવિંદ ગોબરભાઈ વંશ અને બે અજાણ્યા શખ્સે પાઈપ-ધોકાથી હુમલો કરી આડેધડ માર માર્યાે હતો. તેમાં જમણા હાથમાં ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા ભીખાભાઈને સારવારમાં લઈ જવાયા છે. તેઓએ ચારેય સામે ફરિયાદ નોંધાવી છે.

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા બાપુનગરની શેરી નં.રમાં રહેતા યશપાલસિંહ કનુભા જાડેજા નામના યુવાન ગઈકાલે રાત્રે પોતાના ઘર પાસે હતા ત્યારે તેના મિત્ર વિમલ સાથે ઝઘડો કરનાર નવાગામ ઘેડમાં જ રહેતા રોહિત શિંગાળા નામના શખ્સને ઝઘડો ન કરવાનું કહેતા રોહિતે વચ્ચે ન પડવાનું કહ્યા પછી પોતાની સાથે અશોક શિંગાળા, હિતેશ ઉર્ફે ભૂરા, વિજય ઉર્ફે લાલા ચુની તેમજ રવિ શિંગાળાને સાથે રાખી યશપાલસિંહના ઘર પાસે આવી ગાળો ભાંડી ઝઘડો કર્યા પછી છરી જેવા ધારદાર હથિયારથી હુમલો કરી યશપાલસિંહને માથામાં ઈજા પહોંચાડી હતી. જ્યારે અશોક, હિતેશ, વિજય તથા રવિએ ઢીકાપાટુથી માર માર્યાે હતો અને વિજયે પગમાં પાઈપ ફટકાર્યાે હતો. પાંચેય હુમલાખોર સામે સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh