Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રીગૌડ મેડતવાડ બ્રાહ્મણ સમાજ દ્વારા
જામનગર તા. ર૪: જામનગરના શ્રીગૌડ મેડતવાડ બ્રાહ્મણ સમાજ દ્વારા ચૈત્ર સુદ આઠમના દિને જ્ઞાતિના ભવન, નિલકંઠનગરમાં તા. ર૬-૩-ર૦ર૬ ના શ્રી મહાલજ્ઞ્મી માતાજી પાટોત્સવ મહાયજ્ઞ તથા શ્રીરામ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
તા. ર૬/૩ ના સવારે ૮ વાગ્યે મહાયજ્ઞનો આરંભ સવારે ૧૧ વાગ્યે બીડું હોમાશે. જ્ઞાતિના ૭૦ વર્ષથી વધુ વયના વડીલ ભાઈઓ-બહેનોનું સન્માન, રામજન્મોત્સવ ઉજવણી અંતર્ગત વેશભૂષા ધારણ કરનાર બાળકોને ઈનામ વિતરણ તથા બપોરે ૧ર વાગ્યે ફળાહાર-મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
માતાજીના શ્રૃંગાર માટે કાલાવડવાળા સ્વ. મનસુખલાલ ભટ્ટ પરિવાર તરફથી અને બાળકોને ઈનામો માટે ક્રિયાંશ જાની તરફથી સહકાર મળ્યો છે. યજ્ઞમાં યજમાન તરીકે બેસવાનો લાભ મિલનકુમાર જાની અને શ્રીમતી છાયાબેન મિલનકુમાર જાની, તેમજ શ્રી કીશન જાની અને શ્રીમતી કૃપા કિશન જાનીએ લીધો છે. આ ધર્મિકોત્સવમાં તમામ જ્ઞાતિજનોને સહપરિવાર પધારવા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial